GSTV
Gujarat Government Advertisement

વાહ! એક-બે નહીં Whatsapp પર આવી રહ્યાં છે આ 5 ધાંસૂ ફીચર્સ, મજેદાર બની જશે તમારો ચેટિંગ એક્સપીરિયન્સ

whatsapp

Last Updated on June 11, 2021 by Bansari

WhatsApp ખૂબ જ પોપ્યુલર મેસેજિંગ એપ છે. તેના પર યુઝર એક્સપિરિયંસને વધારવા માટે નવા ફીચર્સ પણ એડ કરતુ રહે છે. તાજેતરમાં જ WhatsAppએ ઘણાં ફીચર્સ પોતાના પ્લેટફોર્મ પર એડ કર્યુ છે. આવનારા ટાઇમમાં પણ તેમાં ઘણાં ફીચર્સ એડ થવાના છે. અહં એવા કેટલાંક ફીચર્સ વિશે અમે જણાવી રહ્યાં છીએ જે જલ્દી જ આપણને WhatsAppમાં જોવા મળશે.

View Once

View Once ફીચર જલ્દી આપણને WhatsApp પર જોવા મળશે. આ ફીચરથી તે સુનિશ્વિત કરવામાં આવશે કે યુઝર કોઇ મેસેજને હંમેશા માટે ગાયબ થતા પહેલાં જોઇ લે. Facebook CEO Mark Zuckerbergએ કન્ફર્મ કર્યુ કે આ ફીચર WhatsApp પર જલ્દી જ આવશે.

WhatsApp

Disappearing Mode

Disappearing Mode ફીચર હાલ કંપની આપી જ રહી છે પરંતુ હવે તેને તમામ વાતચીત માટે જારી કરવામાં આવી શકે છે. WhatsAppના આ ફીચરથી સ્પેસિફિક ટાઇમ બાદ ચેટ ગાયબ થઇ જશે. આ તમામ ચેટ માટે અપ્લાય થશે.

 Multi-device support

WhatsApp મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફીચરને જલ્દી જ જારી કરી શકે છે તેનાથી જો યુઝરનું મેઇન ડિવાઇસ ઇન્ટરનેટથી કનેક્ટ ન પણ રહે તો પછી અન્ય ડિવાઇસ પર WhatsApp એકાઉન્ટને એક્સેસ કરી શકાય છે. આ આવનારા ટાઇમમાં પબ્લિક બીટા ટેસ્ટર માટે જારી થઇ શકે છે.

whatsapp

 Flash Call verification

WhatsApp Flash Call verification પર કામ કરી રહ્યું છે. આ ફીચરથી યુઝરને વેરિફિકેશન માટે WhatsApp તરફથી ફ્લેશ કૉલ કરવામાં આવશે. આ વેરિફિકેશનને ઓટીપીની જગ્યાએ યુઝ કરી શકાય છે.

Review voice message

WhatsApp એક ફીચર Review voice message પર પણ કામ કરી રહ્યું છે. આ ફીચરથી યુઝર વૉયસ મેસેજ સેન્ડ કરતાં પહેલા તેને સાંભળીને તેને રિવ્યુ કરી શકશે. જો યુઝરને વૉયસ મેસેજ યોગ્ય ન લાગે તો તેને ડીલીટ કરી શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

નરોડામાં મોબાઈલ ટાવર ઉપર ચડેલાં યુવાનને બે કલાકની મહેનત બાદ ફાયર વિભાગેબચાવી લીધો

pratik shah

ઓ બાપ રે! સીતાનો રોલ કરવા માટે આલિયા ભટ્ટે લીધી આટલી તગડી ફી! તૂટી જશે તમામ રેકોર્ડ

Bansari

યુવતીએ કોન્સ્ટેબલ પર લગાવ્યા અશ્લીલ મેસેજ મોકલવાના આરોપ, SPએ કહ્યું, WhatsApp ચલાવવું જરૂરી છે ?

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!