GSTV

Whatsappમાં આવશે આ 3 નવા ધાંસૂ ફિચર્સ, મળશે આ સુવિધઓ

Last Updated on October 21, 2018 by Bansari

વોટ્સ અપ પોતાના ગ્રાહકો માટે હંમેશા નવા નવા ફીચર્સ લાવવા પ્રયત્નશીલ હોય છે. હાલમાં વોટ્સ અપ ત્રણ નવા ફીચર પર કામ રહ્યું છે. જેમાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને જોડવાના ફીચરનો પણ સમાવેશ થાય છે. જેથી 1.5 અરબ વપરાશકર્તાઓના ચેટ અને નોટિફિકેશનમાં સુધારો લાવી શકાય.

ડબલ્યુએબીટાઈન્ફો નામથી પ્રખ્યાત વેબસાઈટ જે વોટ્સ એપની જાણકારી રાખે છે. એણે બુધવારે આ જાણકારી આપી હતી. એમાં જણાવ્યું હતું કે, લિંક કરેલ એકાઉન્ટ સિવાય વોટ્સ અપ બે બીજા પણ ફીચર્સ પણ લાવી રહ્યું છે. જેમાં વેકેશન અને સાઈલન્ટ મોડનો સમાવેશ થાય છે.

વેબસાઈટના કહેવા પ્રમાણે, વોટ્સ અપ એક ફીચર પર કામ કરી રહ્યું છે જેમાં તમે પોતાના એકાઉન્ટને બહારની સેવાઓ સાથે જોડી શકો છો. આ ફીચરને ખાસ કરીને વોટ્સ અપ બિઝનેસ માટે વિકસિત કરવામાં આવી રહ્યું છે. લિંક એકાઉન્ટ ફીચર સેટિંગમાં આપવામાં આવશે.

હાલમાં ઈન્સ્ટાગ્રામ બહારની સેવાઓ આપી રહ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર જઈને વોટ્સ અપ એકાઉન્ટને જોડી શકાશે.

વેકેશન મોડ ફીચરમાં આર્કાઈવ કરવામાં આવેલી ચેટ નવા મેસેજ આવવા પર આર્કાઈવ નહી થાય. આનો વિકલ્પ વોટ્સ અપ સેટિંગમાં આપવામાં આવેલ હશે.

રિપોર્ટ પ્રમાણે સાઈલન્ટ મોડ ફાચરમાં એન્ડ્રોઈડ યુઝર્સ મ્યુટેડ ચેટ્સ માટે એપના બેઝને છુપાવી શકે છે.

Related posts

PM Kisan/ આ ખેડૂતોને નહિ મળે 10માં હપ્તાના 2000 રૂપિયા, જાણો સરકારના નિયમ

Damini Patel

ગુજરાત મોડલ/ રાજ્યમાં આવેલી 31 સરકારી પોલિટેકનિકોમાંથી હાલ 26 સરકારી પોલિટેકનિકોમાં કાયમી આચાર્ય જ નથી

Pravin Makwana

હાઈકોર્ટની ટકોર/ ફ્લાયઓવર બની ગયા બાદ નીચેના રસ્તાઓને ભૂલી જવાના ? ટ્રાફિક અને દબાણની સમસ્યા વિશે જવાબ રજૂ કરવા AMCને નિર્દેશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!