Whatsapp પર ટૂંક સમયમાં મળશે ખાસ અપડેટ, મળશે આ સુવિધા

લોકપ્રિય મેસેજિંગ એપ Whatsapp હાલમાં એપના ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામને નવુ અપડેટ આપ્યું છે. આ અપડેટેડ વર્ઝન 2.19.71માં ઘણા નાના પરંતુ રસપ્રદ ફીચર્સ એપમાં જોવા મળ્યા છે. WABetaInfoની રીપોર્ટ મુજબ, વ્હોટ્સએપ એન્ડ્રોઈડ પર પણ આઈઓએસના જેવા ડૂડલ ડ્રોરને ટેસ્ટ કરાઈ રહ્યો છે, જેમાં સ્ટિકર્સ અને ઈમોજી માટે ડેડિકેટેડ ટેબ્સ હશે.

બ્લૉગમાં આ ફીચર સાથે જોડાયેલી તસ્વીરો પણ WABetaInfo શેર કરી છે, જેમાં આ ડ્રોર ઈન્સ્ટાગ્રામ પર જોવા મળતા ડ્રોર જેવી જોવા મળી રહી છે. સ્ક્રીનશૉટમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે એન્ડ્રોઈડને આ અપડેટ મળશે તો ડૂડલ મોડમાં ઈમોજી આઈકન પર ક્લિક કરવાથી આખુ ડ્રોર ખુલીને સામે આવી જશે. આ ટૉપ લેફ્ટમાં સર્ચ આઈકન હશે, જેની મદદથી મૂડના હિસાબથી સ્ટિકર્સ અને ઈમોજી સર્ચ કરી શકાશે.

દરમ્યાન ઈમોજી અને સ્ટિકર્સ માટે બે ડેડિકેટેડ ટેબ હશે. આ સાથે જ ઈન્સ્ટાગ્રામની જેમ ટાઈમ, લોકેશન અને બાકી સ્ટિકર્સ જોવા મળશે. રીપોર્ટ મુજબ, 2.19.70 અને 2.19.71 બંને બીટા વર્ઝન થર્ડ પાર્ટી સ્ટિકર સપોર્ટ ફીચર એડ કરવા પર કામ કરી રહ્યાં છે. આ સિવાય ડાર્ક મોડ જેવા ઘણા ફીચર્સ પર પણ વ્હોટ્સએપ ટેસ્ટિંગ કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ડૂડલ ઈમ્પ્રુવમેન્ટ આઈઓએસ યૂઝર્સ માટે પહેલા જ રોલ-આઉટ થઇ ગયુ છે. હવે તેને એન્ડ્રોઈડમાં પણ એડ કરવામાં આવશે. આગામી સત્તાવાર અપડેટમાં તેના રોલ આઉટ થવાની આશા સેવાઈ શકે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter