GSTV
Home » News » Whatsapp પર આવશે આ નવું ફિચર, જાણીને યુઝર્સનો મૂડ થઇ જશે ખરાબ

Whatsapp પર આવશે આ નવું ફિચર, જાણીને યુઝર્સનો મૂડ થઇ જશે ખરાબ

વૉટ્સએપ પોતાનાકરોડો યુઝર્સ માટે થોડા થોડા સમયે કોઇને કોઇ નવું ફિચર લઇને આવતું રહે છે. તેવામાં ફેસબુકની જેમ પોતના કરોડો યૂઝર્સને સ્ટીકર્સનું ફીચર આપ્યા બાદ હવેવ્હોટ્સએપ ટૂંક સમયમાં વધુ ફેરફારો કરવા જઇ રહ્યું છે. હવે તેમને વ્હોટ્સએપનાસ્ટેટ્સ ફીચર પર ટૂંક સમયમાં જાહેરાત જોવા મળી શકે છે. વૉટસએપ અત્યાર સુધી એડ ફ્રી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં તેની આ ખાસિયત ખતમ થઇ જશે.

વૉટ્સએપ પર એડ આપવા અંગેના રિપોર્ટસ અગાઉ પણ આવ્યા છે પરંતુ હવે તે સ્પષ્ટ થઇ ગયું છે કે આગામી મહિને અથવા તો 2019ની શરીઆતમાં તમારા વૉટ્સએપ પર એડવર્ટાઇઝમેન્ટ જોવા મળશે.

તમને જણાવી દઇએ કે દુનિયાભરમાં લગભગ દોઢ અરબયૂઝર્સવાળી આ એપ પર હાલમાં કોઇપણ પ્રકારની જાહેરાત જોવા મળતી નથી. વ્હોટ્સએપના વાઇસ પ્રેસિડેન્ટ ક્રિસડેનિયલ્સે કહ્યું કે, જ્યાંસુધી વ્હોટ્સએપના મુદ્રીકરણની વાત છે, અમે પહેલા જ જાહેરાત કરી હતી કે અમે ‘સ્ટેટ્સ’ ફીચરમાં જાહેરાત દેખાડવા જઇ રહ્યા છે. તો આ એપનું મુદ્રીકરણની શરૂઆતી યોજનાછે.
સાથે જ આ વ્યાપાર માટે વ્હોટ્સએપ પર હાજર લોકો સુધી પહોંચવાની એક સારી તક છે. જોકે ડેનિયલ્સે આ વિષય પર હજુ કોઇપ્રકારની સમય મર્યાદાની જાણકારી આપી નથી.

રીપોર્ટના અનુસાર ટૂંક સમયમાં જ કંપનીતેમના સ્ટેટ્સ ફીચરમાં જાહેરાત દાતાઓની જાહેરાત આપવાની પરવાનગી આપી શકે છે. અત્યારે વ્હોટ્સએપના સ્ટેટ્સ ફીચરમાંયૂઝર્સના સંદેશ, ફોટો, નાના વીડિયો મુકવાની સુવિધા મળે છે, જે 24 કલાકમાં આપમેળે જ જતુ રહે છે.

જણાવી દઇએ કે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ તાજેતરમાં એક નવા ફીચર પર કામ કરી રહી છે. આ ફીચર ટૂંક સમયમાં એન્ડ્રૉઈડ યૂઝર્સ માટે જાહેર થઈ શકે છે. વ્હોટ્સએપ કન્સેક્યુટિવ વૉઇસ મેસેજની ટેસ્ટિંગ કરી રહ્યું છે, જે હેઠળ યૂઝર્સ દ્વારા સતત મોકલેલા વૉઇસ મેસેજ ઑટોમેટિક પ્લે થઈ જશે. વ્હોટ્સએપના ફીચર પર દેખરેખ રાખનારી વેબસાઇટ WABetaInfoના રિપોર્ટ મુજબ, વ્હોટ્સએપ આ ફીચરની ટેસ્ટિંગ બીટા વર્ઝન 2.18.362 પર કરી રહ્યું છે.

Read Also

Related posts

ક્યુબન ગર્લ એના ડે અર્માસ ,ડેનિયલ ક્રેગની આગામી બોન્ડ ગર્લ હશે

Path Shah

આ છે દુનિયાનો અનોખો દેશ, જ્યાં લગ્ન કરવા માટે ચોરી કરવી પડે છે બીજાની પત્ની

Nilesh Jethva

આગામી દિવસોમાં પ્રચંડ હિટવેવની આગાહી, 24 કલાકમાં એકથી બે ડિગ્રી તાપમાન વધશે

Riyaz Parmar