GSTV
Auto & Tech Trending

WHATSAPP ની આ સુવિધાનો તમે ક્યારેય ઉપયોગ કર્યો છે, વધુ ચેટિંગ કરનારાઓ માટે છે ખૂબજ ઉપયોગી

Whats app એ તેના Android અને iOS બંને યુઝર્સ માટે ઘણી સુવિધાઓ ઓફર કરે છે. પરંતુ બધી સુવિધાઓ આપણને સીધી દેખાતી નથી. કેટલીક સુવિધાઓ એવી પણ છે જે છુપાયેલી હોય છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે તેને શોધવી પડે છે.

નવા ફિચર્સ ખૂબજ ઝડપથી માર્કેટમાં મુકવાની તૈયારીમાં

ફેસબુકની માલિકીનું એક મેસેજિંગ પ્લેટફોર્મ, વ્હોટ્સએપ પણ મલ્ટી-ડિવાઇસ મોડ અને રિંગટોન ફોર ગ્રૂપ કોલ્સ જેવા કેટલાય નવા ફિચર્સ પણ ખૂબજ ઝડપથી માર્કેટમાં મુકવાની તૈયારીમાં છે.  જો કે, આ બધી સુવિધાઓ સાથેના ફિચર્સ આવવામાં સમય લાગશે. પરંતુ કંપનીએ લાંબા સમય પહેલા એક સુવિધા એપ્લિકેશનમાં ઉમેરી હતી. જે આપને કામમાં આવી શકે છે. 

વોટ્સએપ ચેપનો એક શોર્ટકટ તમારી હોમસ્ક્રીનમાં એડ કરી શકો

હકીકતમાં આપણે વાત કરી રહ્યા છીએ એક એવા ફિચર્સની. જેનાથી તમે કોઈપણ વોટ્સએપ ચેપનો એક શોર્ટકટ તમારી હોમસ્ક્રીનમાં એડ કરી શકો છો. તમે જેની સાથે હોમ સ્ક્રીન પર સૌથી વધુ વાત કરી રહ્યાં છો તે વ્યક્તિની ચેટમાં તમે એક શોર્ટકટ ઉમેરી શકો છો. આમ કરવાથી તમે તેની સાથેના ચેટ મેસેજ સીધા સ્ક્રીન પરથી જ એક્સેસ કરી શકો છો. એના માટે કોઈ એપ ઓપન કરવાની જરૂર નથી. તમે આ વોટ્સએપ ચેટ શોર્ટકટને હોમ સ્ક્રીન પર જ લોન્ગ પ્રેસ કરીને delete કરી શકો છો. જ્યારે લોન્ગ પ્રેસ કરવાથી તમને રિમૂવ કરવાનું ઓપ્શન જોવા મળશે. તમારે તેને ખાલી પ્રેસ કરવાનું છે. 

આ સ્ટેપથી તમારા મોબાઈલમાં કરો સેટિંગ

WhatsApp એપ્લિકેશન ઓપન કરો. પછી તે વ્યક્તિની ચેટ પર ટેપ કરો જેના શોર્ટકટ તમે હોમ સ્ક્રીન પર ઉમેરવા માંગો છો.
હવે ત્રણ ડોટેડ આઇકોન પર ટેપ કરો. જેને તમે ઉપરના જમણા ખૂણામાં જોવા મળશે.
‘મોર (વધુ)’ પર ટેપ કરો અને એડ શોર્ટકટ પર જાઓ. એડ કરતાની સાથે જ તે ચેટ તમને હોમસ્ક્રિન પર જોવા મળશે.

READ ALSO

Related posts

લગ્ન મુહૂર્ત 2024: જાણો 2024માં લગ્ન માટે ક્યારે છે શુભ મુહૂર્ત, તારીખ અને સમય સાથેનું કેલેન્ડર 

Rajat Sultan

Grahan 2024: વર્ષ 2024માં ક્યારે-ક્યારે લાગશે ગ્રહણ, જાણો ભારતમાં દેખાશે કે નહીં

Hardik Hingu

‘એનિમલ’ની સિક્વલ ‘એનિમલ પાર્ક’ પણ હશે વધુ હિંસક અને ખતરનાક, જાણો ફિલ્મના મેકર્સએ શું કહ્યું

Rajat Sultan
GSTV