GSTV

Whatsapp પર સબંધીઓના ગુડ મોર્નિંગ ફોટોથી ભરાઈ ગયો છે તમારો ફોન ? આ ટ્રીકથી નહિ જાય ગેલેરીમાં ફોટોઝ

Whatsapp

Last Updated on July 21, 2021 by Damini Patel

Whatsappનો ઉપયોગ ભારતમાં કરોડો લોકો કરે છે. બાળકોથી લઇ વડીલો સુધી બધા જ લોકો એક્ટિવ રહે છે. જોવા મળે છે કે ફેમિલી ગ્રુપ અથવા ફરી મિત્રના ગ્રુપમાં એવી તસવીરો પોસ્ટ થાય છે જે આપણા કામની હોતી નથી. સવાર-સવારમાં આવવા વાળી ગુડ મોર્નીગ વાળી તસ્વીર પરેશાન કરે છે. ઘણા લોકો ગુડ મોર્નિંગ બોલવાની જગ્યાએ ફોટો મોકલાવી મોર્નિંગ કરે છે.

પરંતુ મોબાઈલમાં સ્પેસ ભરાઈ જાય છે. સ્ટોરેજ ખતમ થયા પછી એને ડીલીટ કરવું પડે છે. પરંતુ એક ટ્રીકથી તમે એને ગેલેરીમાં જતા રોકી શકો છો. આ ટ્રીકથી તમારી તમામ ટેન્શન દૂર થઇ જશે. આઓ તમને જણાવીએ આ ટ્રીક અંગે.

જેમ તમે વોટ્સએપ ઇન્સ્ટોલ કરો છો ગેલેરીમાં એક ડિફોલ્ટ ફોલ્ડર બની જાય છે. એમાં જે પણ વિડીયો ફોટો આવે છે એ ગેલેરીમાં સેવ થઇ જાય છે. જો તમે આ ચાહે તો બંધ કરી શકો છો. ઘણા લોકો આ અંગે જાણતા નથી.

એન્ડ્રોઇડ યુઝર્સ આ રીતે બંધ કરી શકે છે

  1. સૌ પ્રથમ, તમારા WhatsApp ખોલો અને સેટિંગ્સમાં જાઓ.
  2. સેટિંગ્સમાં તમે ચેટ વિકલ્પ દેખાશે તેને ક્લિક કરો.
  3. ટોગલ ઓફ શો મીડિયા ઈન ગેલેરી પર ક્લિક કરો.
  4. તે પછી WhatsApp પર આવતા ફોટા અને વીડિયો ગેલેરીમાં સેવ નહિ થાય
whatsapp

iOS યુઝર્સ આ રીતે કરો બંધ

  1. સૌ પ્રથમ તમારૂ WhatsApp ખોલો અને સેટિંગ્સમાં જાઓ.
  2. સેટિંગ્સમાં તમે ચેટ વિકલ્પ દેખાશે તેને ક્લિક કરો.
  3. ટોગલ ઓફ સેવ ટુ કેમેરા રોલ પર કરો ક્લિક કરો.
  4. તે પછી WhatsApp પર આવતા ફોટા અને વીડિયો ગેલેરીમાં સેવ નહિ થાય

Read Also

Related posts

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari

Antique coins / 1 રૂપિયાના સિક્કા માટે મળશે 20 લાખ… શું તમારી પાસે આ 3 પ્રકારના સિક્કા છે?

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!