GSTV

કામનું / શું તમને પણ WhatsApp ગ્રુપમાં કારણ વગર એડ કરવામાં આવે છે? જો તેનાથી બચવું છે તો આ સરળ ટ્રિક અનુસરો

Last Updated on July 26, 2021 by Zainul Ansari

વોટ્સએપ (Whatsapp)નો ઉપયોગ ભારતના કરોડો લોકો કરે છે. આ એપ દ્વારા ચેટિંગની સાથે ઓડિયો અને વીડિયો કોલ પણ કરી શકાય છે. આ એપમાં ક્યારેય પણ અને કોઇનેની સાથે પણ એક ક્લિકમાં વાત થઇ જાય છે. હંમેશા લોકો એક ગ્રુપ બનાવે છે અને કામ વગર તેમા લોકોને એડ કરી દે છે, જેમાથી ઘણા લોકોને આપણે ઓળખતા પણ નથી હોતા. તેનાથી બચવા માટે એક જ ઓપ્શન હોય છે, એ છે ગ્રુપમાંથી લેફ્ટ. પરંતુ ગ્રુપ લેફ્ટ થવા પર પણ નોટિફિકેશન ગ્રુપ ચેટમાં જાય છે કે, કોણ ગ્રુપમાંથી લેફ્ટ થયો અને તેનાથી તમારો નંબર બીજાની નજરોમાં આવી જાય છે. આજે અમે તમને એક એવી ટ્રિક જણાવવા જઇ રહ્યા છીએ, જેનાથી તમને કોઇ પણ ગ્રુપમાં એડ નહીં કરી શકે.

WhatsApp

આ ટ્રિક માટે તમારા ફોનમાં વોટ્સએપ અપડેટ હોવો જોઇએ. જો નથી તો સૌથી પહેલા તેને અપડેટ કરો. ચાલો આ ટ્રિક અંગે જાણીએ.

આવી રીતે ફિચર એક્ટિવેટ કરો

  1. સૌથી પહેલા વોટ્સએપ ઓપન કરી સેટિંગમાં જાવ
  2. સેટિંગમાં તમને ઘણા બધા ઓપ્શન દેખાશે, પરંતુ તમારે અકાઉન્ટમાં જવાનું રહેશે
  3. અકાઉન્ટમાં પ્રાઇવેસી, સિક્યોરિટી, ટૂ સ્ટેપ વેરિફિકેશન જેવા ઓપ્શન આવશે
  4. તમારે પ્રાઇવસી પર ક્લિક કરવાનું રહેશે. નીચે તમને ગ્રુપ્સનો ઓપ્શન દેખાશે
  5. ત્યાં તમને એવરીવન, માય કોન્ટેક્ટ્સ અને નોબડી ઓપ્શન દેખાશે
  6. અહીં ડિફોલ્ટમાં એવરીવન હોય છે, જેનો અર્થ છે કોઈ પણ તમને ગ્રુપમાં એડ કરી શકે છે
  7. તમે તેને ચેન્જ કરી માય કોન્ટેક્ટ કરી શકો છો.
  8. જો તમે નોબડી કરશો, તો કોઈ પણ તમને ગ્રુપમાં એડ નહીં કરી શકે.

Read Also

Related posts

નેહા શર્માની બહેન આયેશા સાથે એરપોર્ટ પર એવું થયું કે તમે પણ શરમાશો, CISFના જવાનો પર લગાવ્યા ગંભીર આરોપ

Harshad Patel

બરોડા ડેરી વિવાદ / ડેરીના પ્રમુખ દિનેશ પટેલ પાસે છે ખૂબ પૈસા, કેતન ઇનામદાર બાદ મધુ શ્રીવાસ્તવે લગાવ્યા ગંભીર આક્ષેપ

Dhruv Brahmbhatt

સાવધાન/ શું તમારો ફોન ઝડપથી થઇ રહ્યો છે ડીસ્ચાર્જ ? એમાં હોઈ શકે છે વાયરસ, બચવા માટે ફટાફટા કરો આ કામ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!