GSTV
Home » News » WhatsApp Tip: આવી ચેટ સૌથી વધુ સ્ટોરેજનો ઉપયોગ કરે છે, ફોન સ્લો થઈ જવા પાછળનું છે કારણ

WhatsApp Tip: આવી ચેટ સૌથી વધુ સ્ટોરેજનો ઉપયોગ કરે છે, ફોન સ્લો થઈ જવા પાછળનું છે કારણ

એક સમય હતો જ્યારે લાકો ડિજીટલ કન્વર્સેશન માટે ફક્ત ટેક્સ્ટ મેસેજનો સહારો લેતા હતા. ત્યારે લોકો મેસેજ પેક્સ લઈને વાત કરતા હતા. સ્માઈલી મોકલવા માટે પણ કી-પેડ જ કામ આવતું હતું. પરંતુ ત્યાર બાદ વોટ્સએપ જેવા ચેટ એપ્સ આવ્યા અને ભારત સહીત દુનિયાભરના લોકોના સ્માર્ટફોનમાં જગ્યા બનાવી લીધી.

હાલના સમયમાં વોટ્સએપના માધ્યમથી ફોટોઝ, વીડિયો સહિત ગમેતેટલા ડોક્યુમેન્ટ્સ ફાઈલ્સ પણ સરળતાથી મોકલવામાં આવે છે. આ દરેક ફેસિલિટીઝના કારણે વોટ્સએપ ઉપયોગમાં ખૂબ સરળ છે અને તેના દ્વારા મેસેજ કરવો પણ ખૂબ સરળ છે. આવનારા દિવસોમાં તેમાં પેમેન્ટ ફિચર પણ આવવાનું છે. હાલમાં તેમાં ડોક્યુમેન્ટ સહિત મલ્ટીમીડિયા ફાઈલ્સ મોકલવી સરળ છે તો તે તમારા ફોનનું સ્ટોરેજ પણ ધણું ભરી દે છે.

આવામાં જો તમે જાણવા માંગો છો કે કયા ચેટ તમારા ફોનનું સૌથી વધુ સ્ટોરેજ લે છે તો આ WhatsApp ટિપ તમારા કામ આવશે.

iPhone:

  • વોટ્સએપ ઓપન કરો અને એપના બોટમમાં સેટિંગ્સ ઓપ્શનમાં જાઓ.
  • ત્યાંર બાદ ડેટા અને સ્ટોરેજ યૂસેજ ઓપ્શનમાં ક્લિક કરો.
  • હવે સ્ટોરોજ ઓપ્શનમાં ક્લિક કરો

અહીં તમે ધટતા ક્રમમાં એ ચેટની લિસ્ટ જોઈ શકો છો જે સૌથી વધુ સ્પેસ લે છે.

Android:

  • એપ ઓપન કરો અને ટોપ રાઈટ કોર્નરમાં ત્રણ ડોટ્સમાં ક્લિક કરો
  • તેના સેટિંગ્સ ઓપ્શનમાં જોવ અને ત્યાં ડેટા અને સ્ટોરેજ યૂલેજ ઓપ્શનમાં ક્લિક કરો.
  • હવે સ્ટોરેજ યૂસેજ ઓપ્શનમાં ક્લિક કરો

અહીં ફરી તમને ઘટકા ક્રમમાં એ ચેટ્સની લિસ્ટ જોવા મળશે જે તમારા ફોનની સૌથી વધુ સ્ટોરેજ લે છે.

Read Also

Related posts

કોઈપણ પરિણામ ત્યાં સુધી ન મળે જ્યાં સુધી એક ટીમ સમર્પણના ભાવથી કામ ન કરે : નરેન્દ્ર મોદી

Arohi

SBI:ગ્રાહક બેંકની કોઈ સર્વિસથી હશે ટેન્શનમાં, કરો અધિકારીને સીધી ફરિયાદ

Dharika Jansari

સુરતના ક્લાસીસમાં બનેલી આગની ઘટના બાદ અમદાવાદ જિલ્લામાં તપાસનો ધમધમાટ શરૂ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!