GSTV

જો તમે પણ ઈચ્છો છો કે જેફ બેઝોસની જેમ તમારા ફોનમાં પણ વૉટ્સએપ હૅક ન થાય, તો તેના માટે આ ટ્રિક જાણવી છે જરૂરી

ગયા સપ્તાહે અહેવાલ આવ્યા હતા કે અમેઝોનના બોસ (Jeff Bezos)નું વોટ્સએપ હેક કરી લીધુ હતુ. અહેવાલ હતાકે, સાઉદી ક્રાઇન પ્રિંસ મોહમ્મદ બિન સલમાને બેઝોસનો ફોન હેક કરાવ્યો છે. હવે વાતની હકીકત વિશે કોઈ જાણતુ નથી પરંતુ એટલું જરૂર છે કે, ફેસબુક અને વોટ્સએપની પ્રાઈવસી અને સિક્યોરિટી નબળી છે. એવું નથી કે આ પહેલીવાર થયુ હોય.

વોટ્સએપની સિક્યોરિટીમાં ખામીને કારણે 1.6 અબજ યુઝર્સને નુકસાન થઈ શકે છે. જેમાં તમે પણ એક હોઈ શકો છો. જો તમે ઈચ્છો છો કે, તમારું વોટ્સએપ સિક્યોર રહે અને કોઈ તેને હેક ના કરી શકે તો તમારે તેનાં સેટિંગમાં ખાસ ફેરફાર કરવાની જરૂર છે.

વોટ્સએપને હેક થવાથી આ રીતે બચાવો

સૌથી પહેલાં તમે તમારા ફોનનાં વોટ્સએપને ઓપન કરો. ત્યાર બાદ સેટિંગ્સ પર ક્લિક કરો. બાદમાં એકાઉન્ટ પર ક્લિક કરો. ત્યારબાદ ટૂ સ્ટેપ વેરિફિકેશન (Two-Step Varification)નો વિકલ્પ દેખાશે. તેની ઉપર ક્લિક કરીને તેને એનેબલ (Enable) કરી શકો છો. તેનાથી તમે 6 આંકડાનો એક પિન (Pin) ક્રિએટ કરી શકો છો. તેનો ફાયદો તમને એ થશે કે કોઈ પણ નવા ફોનમાં વોટ્સએપનું સેટિંગ કરતાં આ પિનની જરૂર પડશે. આ પિન તે વેરિફિકેશન કોડ અને SMSથી અલગ હશે જે વોટ્સએપ સેટઅપ દરમ્યાન આવે છે.

ટૂ સ્ટેપ વેરિફિકેશન કોડ દ્વારા પિન ક્રિએટ કર્યા બાદ તમારી પાસે ઈમેલ એડ્રેસ લિંક કરવાનો ઓપ્શન હશે. જો તમે ક્યારેય પણ તમારો પિન ભૂલી જાવ તો વોટ્સએપ તમારા મેલ પર વેરિફિકેશન લિંક મોકલી શકે છે.

READ ALSO

Related posts

VIDEO: હવામાં ઉડતા વિમાનો તો જોયા હશે, પણ તે કેમેરામાં કઈ રીતે કેદ થાય છે જોયુ છે ક્યારેય !

Pravin Makwana

કોરોના ટેસ્ટિંગમાં ઘાલમેલઃ સરકારી રિપોર્ટમાં નેગેટીવ તો પ્રાઈવેટ લેબમાં પોઝીટીવ, ક્યો રિપોર્ટ સાચો ને ક્યા આધારે કરાવવી સારવાર?

Karan

ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની ગાંધીનગરમાં પોલીસે કરી અટકાયત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!