GSTV

Whatsapp લાવી રહ્યું છે ખાસ ફીચર, ફેક ન્યૂઝ ઝડપથી પકડાઇ જશે

Last Updated on July 9, 2018 by

છેલ્લા ઘણા દિવસોથી વોટ્સએપ મેસેજની અફવાઓના લીધે દેશના કેટલાક ભાગોમાં ભીડ દ્વારા માર્યા જવાની કેટલીક ઘટનાઓ સામે આવી છે. ઝારખંડ, ક્ષિપુરા, આંધ્રપ્રદેશમાં પણ અફવાઓના કારણે ટોળાઓએ પણ કેટલાક લોકોના જીવ લીધા છે. એપથી વધતી અફવાઓ અને ફેક ન્યૂઝને ધ્યાનમાં રાખતા વોટ્સએપ પોતાની એપમાં એક નવું ફીચર ‘Suspicious Link Detection’ પર કામ કરી રહ્યું છે. આ ફીચર દ્વારા તમને ખબર પડી જશે કે જે પણ લિંક શેર કરવામાં આવી રહી છે, એ વેલિડ સોર્સથી આવી રહી છે કે નહીં.

હાલમાં આ ફીચરનું ટેસ્ટિંગ વોટ્સએપ એન્ડ્રોઇડના બીટા વર્ઝન 2.18.204 પર કરવામાં આવી રહ્યું છે અને ‘સસ્પિશિયસ લિંક ડિટેક્શન’ ફીચર દ્વારા ફેક ન્યૂઝ ઓળખી શકાશે અને વોટ્સએપને કોઇ પણ લિંક પર શંકા હશે તો એની જાણકારી એ પોતાના યૂઝર્સને આપશે.

નવા ફીચર ફેક જણાવવામાં આવેલી લિંકને યૂઝર ખોલવાનો પ્રયત્ન કરે છે તો એમને વોટ્સએપ પોતાની તરફથી સાવધાન કરતો મેસેજ આપશે. જેમાં લખેલું હશે “This link contains unusual characters. It may be trying to appear as another site.”

ફેક ન્યૂઝને ફેલાવાતા રોકવા માટે એક વધારે ફીચર ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે, જેમાં કોઇ મેસેજ યૂઝરને ફોરવર્ડ કરવામાં આવશે તો એની ઉપર તરફ ‘Forwarded’ લખેલું હશે. તેથી વોટ્સએપ દ્વારા ફેક ન્યૂઝ ફેલાવવાને અટકાવવા માટે સરકારે આ યોજના કરી છે.

Related posts

Appleની અફલાતૂન ઑફર! iPhone 13 પર મળી રહ્યું છે 46000નું તગડુ ડિસ્કાઉન્ટ, ઝડપી લો શાનદાર મોકો

Bansari

નિષ્ણાતોની સલાહ: જીન્સને મહિનામાં એક વખત અને બ્રાને અઠવાડીયામાં એક વખત ધોવો, વોશિંગ મશીનનો ઉપયોગ બંધ કરી દો

Pravin Makwana

નવો ધંધો: નોકરી છોડ્યા વગર ફક્ત 25 હજારમાં શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે 3 લાખ રૂપિયાની આવક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!