GSTV

કામના સમાચાર/ દેશમાં ઝડપથી વધી રહી છે Telegramની લોકપ્રિયતા, આ છે તેના અનેક સારા ફીચર્સ

Telegram

પોપ્યુલર એપ Whatsapp ની નવી પ્રાઈવેસી પોલિસીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. Whatsappએ આ નવા ફિચરને 16 મે 2021થી અમલમાં લેવાનો નિર્ણય કર્યો છે. આ દરમ્યાન Telegram Whatsappનો સૌથી સારો વિકલ્પ બનીને ઉભરી આવ્યો છે. લાખો લોકેએ Telegram એપ ડાઉનલોડ કરી તેનો ઉપયોગ શરૂ કરી દીધો છે. ભારતમાં Telegramની લોકપ્રીયતા ઘણી તેજીથી વધવા લાગી છે. આજે અમે તમને Telegramના અમૂક સારા ફીચર અંગે જણાવવી જઈ રહ્યા છીએ. જે તેને Whatsappથી સારો વિકલ્પ સાબિત કરે છે.

મોકવામાં આવેલ મેસેજને કરી શકે છે એડિટ

Telegram Whatsappની જેમ એક પ્રકારનું મેસેંજર છે. જેના દ્વારા તમે લોકો સાથે ટેક્સ્ટ, ફોટો, વીડિયો, ઈમોજી અને અનિમેટેડ સ્ટીકર મોકલી શકો છો. જો કે, Telegramમાં એક સારું ફીચર હોય છે. જેમાં તમે મેસેજને મોકલ્યા બાદ તેને એડીટ કરી શકો છો. આ ફીચર Whatsappમાં હોતું નથી. Telegramનું આ ફીચર યૂઝર્સ માટે ઘણું ફાયદાકારક છે.

એનિમેટેડ ઈમોજી એને ગૃપ ચેટ

Telegram એપ દ્વારા તમે તમારા મિત્રોને એનિમેટેડ ઈમોજી મોકલી શકો છો. આ ઈમોજી મોકલવાની રીત ઘણી સરળ છે. તેમજ તેમાં Whatsappની જેમ ગૃપ ચેટ પણ કરી શકો છો. આ ઉપરાંત તેમાં અનેક સારી ઈમોજી આપવામાં આવી છે. જે તમારી ચેટને અટ્રેક્ટિવ બનાવે છે.

Telegram

અનલિમિટેડ પર્સનલ ક્લાઉડ સ્ટોરેજ

Telegramમાં યૂઝર્સને પોતાના ડેટા સ્ટોર કરવા માટે અનલિમિટેડ સ્ટોરેજની સુવિધા મળે છે. યૂઝર્સ પોતાના જરૂરી મેસેજ, ફાઈલ અને ડોક્યૂમેન્ટ્સને આ ફીચરનો ઉપયોગ કરી સેવ કરી શકે છે. આ ઓપ્શન એપના મેનુમાં જઈ સરળતાથી ઉપયોગ કરી શકાય છે.

ચેટ ફોલ્ડર

ટેલીગ્રામમાં તમને જરૂરી ચેટના અલગ-અલગ ફોલ્ડર બનાવવાની સુવિધા પ્રધાન કરવામાં આવે છે. જે તમે Whatsappમાં કરી શકતા નહીં. તમે આ ફીચર દ્વારા પોતાની પ્રોફેશનલ અને પર્સનલ ચેટને અલગ કરી શકો છો. તેમાં તમને ચેટને ડીલ કરવામાં સરળતા થશે. આ ઉપરાંત પણ ટેલીગ્રામ અનેક એડવાન્સ ફીચર્સથી લેસ છે.

READ ALSO

Related posts

કામની વાત/ મોંધા થઈ શકે છે TV, 1 એપ્રિલથી ભાવમાં થશે ઘરખમ વધારો, જાણો શું છે કારણ

Mansi Patel

મુખ્યપ્રધાન રૂપાણીએ માં અંબાના દરબારમાં આશિષ લીધા, વહેલી સવારે મંગળા આરતીમાં લીધો ભાગ

pratik shah

Muthoot ગ્રુપના ચેરમેન એમજી જોર્જના નિધન પર ખુલાસો, આ રીતે થઇ હતી મોત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!