GSTV

વિવાદ બાદ WhatsApp ની પીછેહઠ, આ તારીખ સુધી નહી થાય તમારું એકાઉન્ટ ડિલીટ

whatsapp

WhatsAppની નવી પ્રાઇવસી પોલિસી હાલ પૂરતી ત્રણ મહિના માટે ટળી ગઇ હતી. WhatsAppએ નવી પ્રાઇવસી પોલિસી જાહેર કરી, ત્યારે દુનિયાભરના કરોડો લોકો નારાજ થયા હતા. એક તબક્કે ખુદ WhatsAppને એવું લાગ્યું હતું કે, તેના હરીફ ટેલિગ્રામ જેવા જીતી જશે એટલે તેમણે પોતાની નવી પ્રાઇવસી પોલિસીનો અમલ હાલ પૂરતો ટાળ્યો હતો.

પોલિસીના અમલ બાબતે જાહેરાત કરવામાં આવશે

એક નિવેદનમાં કહ્યું હતું કે, ફેબ્રુઆરીની 8મીએ કોઇએ પોતાના WhatsApp એકાઉન્ટને ડિલિટ નહીં કરવું પડે. અમે કોઇ પણ એકાઉન્ટને ડિલિટ કરવાનો નિર્ણય લીધો નથી અને ભવિષ્યમાં પણ આવી કોઇ યોજના અમે હાથ ધરવાના નથી. ફેસબુકના માલિકો દ્વારા સંચાલિત આ એપના વ્યવસ્થાપકે વધુમાં કહ્યું કે, પ્રાઇવેસી અને સિક્યોરિટી કેવી રીતે કામ કરે છે એ બાબતમાં લોકોને વધુ જાણ કરવા અમે નજીકના ભવિષ્યમાં કેટલાક કાર્યો હાથ ધરવાના છીએ. 15મી મેએ અમારી નવી પોલિસીના અમલ બાબતે જાહેરાત કરવામાં આવશે. ત્યાં સુધી કોઇએ પોતાના WhatsApp એકાઉન્ટને ડિલિટ કરવાની જરૂર નથી.

પ્રાઇવેસી પોલિસીનો અમલ ત્રણ માસ માટે અટકાવી દીધો

કંપનીએ એવો દાવો કર્યો હતો કે, પ્રાઇવસી પોલિસી અંગે અમારા યુઝર્સમાં કેટલીક ગેરસમજ પ્રવર્તી રહી હતી. આ ગેરસમજ અમારે દૂર કરવી છે એટલે હાલ તુરત ત્રણ મહિના માટે નવી પ્રાઇવસી પોલિસીનો અમલ અમે કરવાના નથી. 15મી મેએ નવો અપડેટ ઓપ્શન ઉપલબ્ધ થાય તે પહેલાં અમે લોકોના મનમાં જે ગેરસમજ છે એ દૂર કરવાનાં પગલાં લઇશું.
અગાઉ એવી જાહેરાત કરવામાં આવી હતી કે દરેક વપરાશકારે વ્હૉટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી સ્વીકારવી પડશે અથવા ફેબ્રુઆરીની આઠમીએ પોતાનું એકાઉન્ટ ડિલિટ કરવું પડશે. ઘણા યુઝર્સને તો ફેબ્રુઆરીની રાહ જોવાને બદલે અત્યારે જ ટેલિગ્રામ એપ અપનાવવા માંડી હતી. ત્યારબાદ વ્હૉટ્સએપને ખ્યાલ આવ્યો તો કે, કંઇક કાચું કપાયું હતું. એટલે અત્યારે તો WhatsApp એ પોતાની નવી પ્રાઇવેસી પોલિસીનો અમલ ત્રણ માસ માટે અટકાવી દીધો હતો.

READ ALSO

Related posts

‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ

Pravin Makwana

પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં

Pravin Makwana

લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!