GSTV

Whatsapp બનશે વધુ મજેદાર : આવશે ‘બિસ્કીટ સ્ટીકર’, જાણો શું છે ખાસ

Last Updated on September 23, 2018 by Bansari

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપનો ઉપયોગ દુનિયાભરમાં કરવામાં આવે છે અને કંપની યુઝર્સને વધુ સારી સુવિધા આપવા માટે નવા-નવા ફિટર્સ સામેલ કરતી રહી છે. આ જ રીતે કંપની પોતના સ્ટીકર્સમાં એક નવું પેક જોડ્યું છે. બિસ્કીટ નામના આ સ્ટિકર પેકમાં તમને અનેક નવા અને મજેદાર સ્ટિકર્સ મળશે. હાલ આ સ્ટિકર્સ ફક્ત બીટા વર્ઝન માટે છે. આ અંગે વધુ કોઇ જાણકારી આપવામાં આવી નથી કે તમામ પ્લેટફોર્મ્સ માટે તેને ક્યારે રોલ આઉટ કરવામાં આવશે.

એક અહેવાલ અનુસાર કંપનીએ પોતાની સ્ટીકર ફેમીલીની બિસ્કીટ નામના નવા સ્ટિકર્સ એડ કર્યા છે. આવનારા સમયમાં તમામ યુઝર્સ માટે રોલ આઉટ કરી દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કગે અગાઉ કંપનીએ સ્વાઇપ યુ રિપ્લાય ફિચરને પણ પોતાના એન્ડ્રોઇડ એપ માટે ટેસ્ટ કર્યુ હતુ. આ ફિચર આઇઓએસ માટે પહેલાં જ મોજૂદ છે. આ નવું ફિચર આવ્યા બાદ તમે સ્વાઇપ રાઇટ જેસ્ચરની મદદથી કોઇપણ મેસેજનો ઝડપથી રિપ્લાય કરી શકો છો. તેનો અર્થ એ છે કે હવે તમારે રિપ્લાય બટન માટે મેસેજને હોલ્ડ કરવાની જરૂર નથી. આ ઉપરાંત કંપની એક અન્ય ફિચર પર પણ કામ કરી રહી છે. આ નવા ફિચરને ડાર્ક મોડ નામ આપવામાં આવી રહ્યું છે.

એક અહેવાલ અનુસાર વૉટ્સએપે ગૂગલ પ્લે બિટા પ્રોગ્રામમાં ના અપડેટને સબમિટ કર્યુ છે. કંપનીના બિટા વર્ઝનમાં સ્વાઇપ ટુ રિપ્લા ફિચરને ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટેકનિકલ કારણોસર આ ફિચર હાલ ઉપલબ્ધ નથી. અનેક સુધારો કર્યા બાદ જ એન્ડ્રોઇડ યુઝર માટે ફિચર લૉન્ચ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આવનારા કેટલાંક એપડેટ્સમાં આ ફિચરને રોલ આઉટ કરવામાં આવી શકે છે.

Dark Mode ફિચર

વૉટ્સએપનું આ બહુપ્રતિક્ષિત ફિચર છે. આ ફિચરની મદદથી યુઝર્સ પોતાના ફોનમાં વૉટ્સએપ પર મેસેજ કરતી વખતે સ્ક્રીનનં સંપૂર્ણ રીતે બ્લેક કરી શકશે. આ ફિચરનો ઉપયોગ અંધારામાં કરવાથી યુઝર્સની આંખો પર ઓછો પ્રભાવ થશે. ડાર્ડ મોડ આવ્યાં બાદ યુઝર્સને તેનાથી રાહત મળશે. આ સાથે જ આ ફિચર ફોનની બેટરી બચાવવામાં મદદરૂપ થશે. હકીકતમાં આ નવું ફિચર OLED ફિચરનો ઉપયોગ કરશે. આ ડિસ્પ્લેમાં બ્લેક એરિયા પર પિક્સલ બંધ થઇ જાય છે જેનાથી બેટરી બચશે.

Related posts

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને PM મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ વાતચીત

Zainul Ansari

આલિયા કેટરીના અને દીપિકા પહેલા પોતાના ‘મિત્રની પત્ની’ને ડેટ કરતો હતો રણબીર કપૂર

Pritesh Mehta

કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા બેંગ્લોરની જેલમાં પરત મોકલાયો, સુરક્ષા હેઠળ રવાના

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!