GSTV

whatsapp સ્ટીકર ફિચર : આ રીતે કરો યુઝ, દિવાળી વિશ માટે છે ખાસ સ્ટીકર્સ

Last Updated on November 6, 2018 by Bansari

ઇન્સ્ટન્ટ મેસેજિંગએપ વૉટ્સએપમાં સ્ટીકર્સ આવી ગયા છે અને તમે તેને યુઝ પણ કરી શકો છો. દિવાળીના પર્વપર દિવાળી માટે પણ ખાસ સ્ટીકર્સ છે જેને સેન્ડ કરીને દિવાળી વિશ કરી શકો છો.વૉટ્સએપ સ્ટીકર પેક એન્ડ્રોઇડ અને આઇઓએસ યુઝર્સ બંને માટે છે.

જો તમે વૉટ્સએપઅપડેટ ન કર્યુ હોય તો તરત જ અપડેટ કરો. તે પછી જ તમને આ ફિચર યુઝ કરી શકશો. આવાસ્ટીકર્સ પહેલાથી જ અનેક ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં છે અને ભારતમાં હાઇકના સ્ટીકર્સખૂબ જ લોકપ્રિય છે.

વૉટ્સએપ સ્ટીકર ફિચરની શરૂઆત ઘણાં સમય પહેલાં થઇ હતી પરંતુ કંપની તેનું ટેસ્ટિંગ કરી રહી હતી. હવે આ ફિચર તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ છે.

આ રીતે કરો વૉટ્સએપસ્ટીકર યુઝ

  • વૉટ્સએપ ચેટ ઓપનકરો.
  • અહીં રિપ્લાયઓપ્શનમાં નવું સ્ટીકર બટન જોવા મળશે.
  • સ્ટીકર બટન પર ટેપકરો અને સેન્ડ કરો. અહીં તમને સ્ટીકર પેક્સ જોવા મળશે.

તમે સ્ટીકર પેક્સ ડાઉનલોડ પણ કરી શકો છો. ડાઉનલોડ કરવા માટે + આઇકન પર ટેપ કરો. અહીં તમને અનેક કસ્ટમ સ્ટીકર્સ જોવા મળશે. કંપનીએ થર્ડ પાર્ટી ડેવલપર્સ પાસેથી પણ સ્ટીકર્સ લેવાની શરૂઆત કરી છે. તેથી દિવાલી સ્પેશિયલ અનેક સ્ટીકર્સ તમે ડાઉનલોડ કરીને યુઝ કરી શકો છો.

Related posts

સરહદ વિવાદ / આસામ અને મિઝોરમ વિવાદ ઉકેલાશે: પેરામિલિટ્રી થશે તૈનાત: MHAની બેઠકમાં બંને રાજ્યો સમાધાન માટે તૈયાર

Zainul Ansari

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને PM મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ વાતચીત

Zainul Ansari

આલિયા કેટરીના અને દીપિકા પહેલા પોતાના ‘મિત્રની પત્ની’ને ડેટ કરતો હતો રણબીર કપૂર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!