GSTV
Home » News » એપલ યુઝર્સ હવે Whatsapp સ્ટીકરનો ઉપયોગ કરી શકશે નહીં

એપલ યુઝર્સ હવે Whatsapp સ્ટીકરનો ઉપયોગ કરી શકશે નહીં

વ્હોટ્સએપના આગામી ફીચરો પર દેખરેખ કરનારી એક વેબસાઈટ વેબઈટીએઈન્ફો મુજબ, એપલ પોતાના એપ સ્ટોર પરથી વ્હોટ્સએપ સ્ટીકર્સ હટાવી શકે છે, કારણકે આ એપ ડેવલપર્સ માટે કંપનીના નિયમોનું ઉલ્લંઘન કરી રહીં છે. વેબઈટીએઈન્ફોએ રવિવારે ટ્વિટ કર્યુ, એપલના આ નિર્ણય લેવાની સંભાવના પાછળ સૌથી મોટું કારણ સમાન ડિઝાઈનવાળી ઘણી એપ પહેલેથી ઉપસ્થિત છે.

ઓક્ટોબરમાં વ્હોટ્સએપે એક બ્લોગમાં જાહેરાત કરી હતી કે તેઓ વ્હોટ્સએપ માટે એન્ડ્રૉઈડ અને આઈઓએસ પર સ્ટીકર એપ્સ બનાવવા માટે થર્ડ પાર્ટી એપને સહયોગ આપશે.
ડિઝાઈનર્સને ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોર પર ઉપસ્થિત કોઈ પણ અન્ય એપની જેમ પોતાનું સ્ટીકર એપ પ્રકાશિત કરવા માટે કહેવામાં આવ્યુ હતું, ત્યારબાદ તેને ડાઉનલોડ કરવા માટે વપરાશકાર તાત્કાલિક સ્ટીકર મોકલી આપતા હતાં. આ જાહેરાત બાદ એપલ એપ સ્ટોર પર આવા સ્ટીકર એપ્સનું પૂર આવ્યું હતું.

વેબઈટીએઈન્ફો મુજબ, એપલે આગ્રહ કર્યો કે એપ્સે બીજી એપ પર નિર્ભર રહેવુ જોઈએ નહીં. પરંતુ સ્ટીકર એપ્સ માટે ડિવાઈસમાં વ્હોટ્સએપ ઈન્સ્ટોલ હોવુ જરૂરી છે. જોકે, વેબઈટીઈન્ફોને વ્હોટ્સએપ ઈન્ક તરફથી માન્યતા મળી નથી. જોકે, એપલ અથવા વ્હોટ્સએપે હજી સુધી સત્તાવાર નિવેદન આપ્યું નથી.

READ ALSO

Related posts

નોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું

Path Shah

સ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા

Riyaz Parmar

માછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!