GSTV
Home » News » Whatsappમાં આવી ગયું એ ફીચર જેની યુઝર્સ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં હતાં, આ રીતે કરો એક્ટિવેટ

Whatsappમાં આવી ગયું એ ફીચર જેની યુઝર્સ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં હતાં, આ રીતે કરો એક્ટિવેટ

Whatsapp દુનિયાભરમાં સૌથી વધુ યુઝ કરવામાં આવતી મેસેજિંગ એપ છે. તેનું ખાસ કારણ એ પણ છે કે થોડા થોડા સમયે વૉટ્સએપ નવી-નવી અપડેટ આપતુ રહે છે. હકીકતમાં વૉટ્સએપ ટેક્નોલોજીના હિસાબે પોતાને અપડેટ રાખે છે. આખરે વૉટ્સએપે પોતાના યુઝર્સનો ખાસ ખ્યાલ રાખતાં ડાર્ક મોડ ફીચરની શરૂઆત કરી દીધી છે.

વૉટ્સએપ પર ડાર્ક મોડમાં એકદમ કાળા રંગનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. તેના બદલે આ ફીચર ડાર્ક ગ્રે કલરમાં આપવામાં આવ્યું છે જેને કાળા રંગના પ્રમાણમાં જોવામાં સરળતા રહે છે.

આ રીતે શરૂ કરો whatsapp Dark Mode Feature

  • વૉટ્સએપની સેટિંગ્સમાં જઇને ચૅટ ઓપ્શન પર ક્લિક કરો.
  • ચૅટમાં ડિસ્પ્લેના સબ-સેક્શનમાં જઇને થીમ ઓપ્શન સિલેક્ટ કરો.
  • થીમ ઓપ્સનમાં તમને સિસ્ટમ ડિફૉલ્ટ, લાઇટ મોડ અને ડાર્ડ મોડ ઓપ્શન મળશે.
  • ડાર્ક મોડ પર ક્લિક કરીને તમે વૉટ્સએપનું આ નવુ ફીચર યુઝ કરી શકો છો.

જણાવી દઇએ કે લાંબા સમયથી ડેવલપમેંટ સ્ટેજ પર ચાલી રહેલા વૉટ્સએપના ડાર્ક મોડ ફીચરને હાલ બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવામાં આવ્યું છે. તેને ઓન્ડ઼્રોઇડના વર્ઝન 2.20.13માં અપડેટ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત Set by battery saver ઓપ્શન અથવા ફીચર પક્ત એન્ડ્રોઇડ 9 અને તેની નીચેના તમામ વર્ઝન પર કામ કરે છે. આ નવા ફીચરની મદદથી બેટરી સેવર સેટિંગ પ્રમાણે લાઇટ કે ડાર્ક થીમને આપમેળે જ એડજસ્ટ કરે છે. જેથી તમારા ફોનની બેટરી પણ સેવ થાય છે.

Read Also

Related posts

1 લાખ લોકોની સામે આ ભૂલ કરી બેઠા ટ્રંપ, સોશિયલ મીડિયામાં જોરદાર મજા લઈ રહ્યા છે લોકો

Mansi Patel

રાજકારણ જ નહી અભિનયના પણ સરતાજ છે ડોનાલ્ડ ટ્રંપ, આ ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ

Mansi Patel

જે સમયે અમદાવાદમાં થઈ રહ્યું હતું ટ્રમ્પનું સ્વાગત તે જ સમયે આ ખેડૂતો ટ્રમ્પના મોહરા પહેરીને કરી રહ્યા હતા વિરોધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!