GSTV

WhatsAppમાં જોડાયા આ ખાસ 5 નવા ફિચર્સ! કોન્ટેક્સથી લઈને એનિમેટેડ સ્ટિકર્સ, જાણો શું છે ખાસ

whatsapp

ઈન્સ્ટન્ટ મેસેજીંગ એપ WhatsAppમાં અમુક નવા ફિચર્સ આવ્યા છે. આ ફચર્સ એન્ડ્રોયડ અને આઈફોન બન્ને પ્લેટફોર્મ માટે છે. તેમાં અમુક ફિચર્સ આવનાર અમુક દિવસોમાં અપડેટ દ્વારા આપવામાં આવશે. તેમાં ખાસ એનિમેટેડ સ્ટિકર્સનું ફિચર છે જે કંપનીએ હાલમાં જ લોન્ચ કર્યું છે. નોર્મલ સ્ટિકર્સની પોપ્યુલારિટીને જોતા કંપનીએ એનિમેટેડ સ્ટિકર્સ લાવવાનો નિર્ણય કર્યો છે.

QR Codes

વોટ્સએપના આ નવા ફિચર દ્વારા કોન્ટેક્ટ્સ QR કોડથી ડાયરેક્ટ સેવ કરી શકાશે. સ્કેન કરીને સેવ કરી શકાશે.પોતાના કોન્ટેક્ટમાં કોઈને એડ કરવા માટે ફિચર યુઝ કરી શકાય છે. અને તેને લોકો બિઝનેસ કર્ડ પર પણ પ્રિંટ કરાવી શકે છે.

Animated Stickers

whatsapp

એનિમેટેડ સ્ટિકર્સ તાજેતરમાં જ લૉન્ચ કરવામાં આવ્યાં છે. તેની પહેલાં નોર્મલ સ્ટિકર્સ હતાં જેને તમે યુઝ કરી ચુક્યાં છો. આ સ્ટિકર્સ ખૂબ જ પોપ્યુલર પણ થયાં છે. સ્ટિકર્સ પેકને યુઝર્સ પોતાના અનુસાર મુવ કરાવી શકે છે. જો કે એનિમિટેડ સ્ટિકર્સને ફરી એકવાર જ પ્લે કરી શકાય છે અને તે લૂપમાં પ્લે નથી થતાં.

Group Video Calls

આ ફીચર પહેલાંથી જ છે. પરંતુ કંપનીએ તેમાં કેટલાંક સમયની અંદર જ ઘણાં બદલાવ કરી દીધાં છે. પહેલાં તેની લિમિટને 4 લોકોથી વધારીને 8 કરી દેવામાં આવી અને હવે તેને ફક્ત એક આઇકોન દ્વારા વધુ સરળ બનાવી દેવામાં આવ્યું છે.

Dark Mode For Web

 મોબાઇલ માટે વૉટ્સએપમાં ડાર્ક મોડ આવી ચુક્યુ છે. પરંતુ હવે વૉટ્સએપ વેબ માટે પણ કંપનીએ ડાર્ડ મોડ જારી કર્યુ છે.

KaiOS માટે સ્ટેટસ ફીચર

આ ફીચર એન્ડ્રોઇડ અને આઇફોનમાં પહેલાંથી જ હતું, પરંતુ હવે આ ફીચરને કંપની KaiOS વાળા ફીચર ફોન માટે લૉન્ચ કરી રહી છે.

Read Also

Related posts

Budget 2021: નોકરીયાત હોય કે બેરોજગાર વ્યક્તિ, આ ટેક્સ ફરજિયાત આપવો પડશે, જાણો શા માટે છે જરૂરી

Ankita Trada

ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા પોલીસ બેડામાં મોટો ફેરફાર: 88 PSIની કરી નાખી બદલી, આજે જ હાજર થવા આદેશ

Pravin Makwana

ક્રિકેટ : પ્રેક્ષકો માટે સ્ટેડિયમના દરવાજા ખૂલશે કે નહીં એ હવે ગુજરાત પર નિર્ભર, આ રાજ્યમાં તો ખાલી સ્ટેડિયમમાં રમાશે ટેસ્ટ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!