GSTV

મહિલાઓ હવે WhatsApp પર વિતાવશે વધુ સમય, એક્ટિવ થયું છે આ નવું ખાસ ફીચર

whatsapp status feature

વોટ્સએપ પર ચેટિંગ, વોઈસ કોલ, વીડિયો કોલ સાથે ટુંક સમયમાં તમે શોપિંગ પણ કરી શકશો. ફેસબુકની ડેવલપર્સની વાર્ષિક બેઠકમાં કેટલાક નવા અને રોચક ફીચર્સ વિશે ઘોષણા કરવામાં આવી છે જેમાંથી એક વોટ્સએપ શોપિંગ પણ છે. ફેસબુકએ વોટ્સએપને બિઝનેસ માટે વધારે સુવિધાજનક બનાવવા માટેની વાત કરી છે. તેના માટે ખાસ ફીચર્સ એક્ટિવ કરવામાં આવશે. આ ફીચરની મદદથી બિઝનેસ માટે વેપારીઓ પોતાની પ્રોડક્ટના કેટલોગ વોટ્સએપ ચેટમાં શેર કરી શકશે.

આ ફીચર એક્ટિવ થઈ જવાથી વોટ્સએપ યૂઝર્સ સરળતાથી બિઝનેસ કેટલોગ જોઈ શકશે. ફેસબુકના જણાવ્યાનુસાર કેટલોગની મદદથી વેપાર કરનાર પોતાના પ્રોડક્ટસને લોકો સુધી પહોંચાડી શકશે અને યૂઝર્સ પણ તેને સરળતાથી એક્સેસ કરી અને શોપિંગ કરી શકશે. વોટ્સએપ પર પેમેન્ટ ફીચર ટુંક સમયમાં લોન્ચ થશે અને ફેસબુક પણ શોપિંગ ફીચર લોન્ચ કરવાની તૈયારીમાં છે. ફેસબુકના સીઈઓ માર્કએ જણાવ્યાનુસાર વોટ્સએપ માટે એક ટેસ્ટ ભારત માટે ચાલી રહ્યું છે. આ સેવાને અન્ય દેશોમાં લોન્ચ કરવાની યોજના પણ ફેસબુકએ બનાવી છે.

વોટ્સએપ ઉપરાંત ફેસબુક આ ફીચર મેસેન્જરમાં પણ એક્ટિવ કરવા માંગે છે. ઉલ્લેખનીય છે કે મેસેન્જરમાં પણ કેટલાક મહત્વના ફેરફાર કરવાની સાથે કંપનીએ એપોંટમેન્ટ બુક કરવાનું ફીચર જોડ્યું છે. જેની મદદથી યૂઝર્સ ચેટિંગ દરમિયાન મેસેન્જર એપ પર અપોંટમેન્ટ લઈ શકે છે.

Read Also

Related posts

PM Kisan: ખેડૂતોના ખાતામાં 9 ઓગસ્ટે આવશે રૂપિયા, જો આપને પણ દેખાય ‘RFT’ અથવા ‘FTO’ સ્ટેટ્સ, તો આવો થાય છે તેનો અર્થ

Pravin Makwana

Homemade Butter: ઘરે આ રીતે સરળતાથી બનાવો અમૂલ જેવું બટર, જાણી લો શું છે રીત

Bansari

YouTube આપી રહ્યું છે વધુ કમાણી કરવાનો અવસર, Shorts બનાવવા પર મળી શકે છે 7.5 લાખ રૂપિયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!