GSTV
Home » News » Whatsapp પર આવા Photos શૅર કરતાં હોય તો મર્યા સમજો કારણ કે….

Whatsapp પર આવા Photos શૅર કરતાં હોય તો મર્યા સમજો કારણ કે….

whats app new feature

ફેસબુકની માલિકી હેઠળની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ એક નવું ફિચર લાવી રહ્યું છે. લોકસભાની ચૂંટણી 2019ને ધ્યાનમાં રાખતા વોટ્સએપ એક એવા ફિચરનું ટેસ્ટીંગ કરી રહ્યું છે, જેનાથી યૂઝર્સને આ ખબર પડી જશે કે ચેટ બોક્સમાં આવેલા ફોટોની પ્રમાણિકતા શું છે.

વૉટ્સએપ પોતાના યુઝર્સ માટે સર્ચ ઇમેજ ફિચરનું બીટા ટેસ્ટિંગ કરી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર વૉટ્સએપ પોતાના યુઝર્સ માટે સર્ચ ઇમેજ ફિચરનું બીટા ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ફિચરને ગૂગલના રિવર્સ ઇમેજ સર્ચ ફીચર સાથે તૈયાર કરી રહ્યું છે.

જણાવી દઇએ કે વોટ્સએપના નવા ફિચર્સથી એ જાણી શકાશે કે ફોટો અસલી છે કે નકલી. આ વાતની જાણકારી WaBetaInf એ આપી છે.WaBetaInfo એક એવું પ્લેટફોર્મ છે જ્યા વોટ્સએપ સાથે જોડાયેલ તમામ માહિતી મળે છે.

રિપોર્ટ અનુસાર આ ફિચર આવ્યાં બાદ યૂઝર્સને ચેટ વિન્ડોમાં સર્ચ ઇમેજના નામથી એક અલગ ટેબ દેખાશે. જેના પર ક્લિક કરતા જ વોટ્સએપ યૂઝર્સને ગૂગલ બ્રાઉઝર પર લઇ જશે. જ્યા ફોટો અપલોડ કરવામાં આવશે. જેનાથી યૂઝર્સને ફોટાનો સોર્સ ખબર પડી જશે.હાલ આ સુવિધા ટેસ્ટીંગ મોડમાં છે અને કંપની ક્યારે રજૂ કરશે તે વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. તે જ સમયે એવું લાગે છે કે વોટ્સએપ પર આ સુવિધાથી નકલી સમાચારો પર કાબૂ મેળવાશે.

જણાવી દઇએ કે ચૂંટણી પંચે તાજેતરમાં લોકસભાની ચૂંટણી 2019ની તારીખો જાહેર કરી છે. દરમિયાન કમિશને તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ માટે કડક દિશાનિર્દેશો જારી કર્યા છે. જો કે કમિશને વોટ્એપસ સંબંધિત માર્ગદર્શિકા જાહેરી કરી નથી, પરંતુ કમિશન દ્વારા ગૂગલ, યુ ટ્યુબ, ફેસબુક અને ટ્વિટર માટે નિર્દેશો આપવામાં આવ્યા છે.

Read Also


Related posts

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મળી મોટી સફળતા, મોટા પ્રમાણમાં ઝડપાયા….

Path Shah

બીજેપીનો જીતનો ઉત્સાહ સાતમા આકાશે, 50 કિલો વિશેષ બરફીનાં આપાયા ઓર્ડર

Path Shah

આઈસીસી ઓલ-રાઉન્ડર્સનાં રેન્કિંગમાં મોટો ફેરફાર, હવે આ ખેલાડી છે નંબર 01

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!