લોકસભા ચૂંટણી વચ્ચે Whatsappએ કહ્યું, વાયરલ કન્ટેન્ટ પર લાગશે રોક

લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. પ્રથમ તબક્કા માટેનું મતદાન 11 એપ્રિલે છે. 23મે ના રોજ મતગણતરી થશે. એવામાં સોશિયલ મીડિયા દ્વારા ફેક ન્યૂઝને ફેલાવા પર રોક લગાવવા કવાયત ચાલુ છે. ફેસબુક, ટ્વિટર અને વ્હોટ્સએપને કહેવામાં આવ્યું છે કે તેઓ ફેક ન્યૂઝને ફેલાતી રોકવા માટે જરૂરી પગલા ઉઠાવે. એવામાં અહેવાલ છે કે મોબાઈલ એપ દ્વારા મેસેજિંગ સેવા આપતી વ્હોટ્સએપ વાયરલ થતી સામગ્રીઓ પર અંકુશ લગાવવા માટે કડક પગલા ઉઠાવશે. કંપનીના ભારતમાં નવા પ્રમુખ અભિજીત બોસે બુધવારે આ નિવેદન જાહેર કર્યુ.

કંપનીએ પ્રથમ વખત ભારતીય વેપાર માટે કોઈ વરીષ્ઠ એક્ઝિક્યૂટીવની નિમણુંક કરી છે. તેમણે કહ્યું કે સંદેશાની ખાનગીપણાની સુરક્ષાની દ્રષ્ટિથી આવશ્યક છે. તેમણે કહ્યું કે જાહેર સુરક્ષા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કંપની દેશમાં દરેક સંબંધિત પક્ષોની સાથે મળીને કામ કરશે. બોસની કંપનીએ ગયા વર્ષે નવેમ્બરમાં નિમણુંક કરી હતી. તેમણે 2019ના પ્રારંભમાં કાર્યભાર સંભાળ્યો. આ અગાઉ ઈ-પેમેન્ટ કંપની ઈજીટેપના મુખ્ય કાર્યકારી અધિકારી અને સહ-સંસ્થાપક હતાં.

બોસે ઘરેલુ મીડિયા કંપનીઓને ઈ-મેલ મોકલીને કહ્યું, “અમારી સામે આવનારા સવાલોમાંથી એક છે કે દેશમાં રહેલા દરેક લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં ટેકનોલોજી શું ભૂમિકા નિભાવી શકે છે. અમે ઉપયોગકર્તાઓને જાગૃત કરવા તથા વાયરલ સામગ્રીઓને મર્યાદિત કરવા માટેના પગલા ભરીને ઉત્સાહિત છે. આ કામ ક્યારેય પણ સમાપ્ત થશે નહીં. અમે હજુ બીજા પગલા ઉઠાવી શકીએ છીએ… અમે ઉઠાવીશું પણ..”

તેમણે કહ્યું કે તેઓ આવનારા સમયમાં સ્થિતિ પર નજીકથી નજર રાખશે અને બાબતોને સાંભળશે તથા જાહેર સુરક્ષા લક્ષ્યને મેળવવા માટે દેશના દરેક સંબંધિત પક્ષોની સાથે મળીને કામ કરશે. ઉલ્લેખનીય છે કે ફેક સમાચારો અને ભ્રામક સૂચનાઓના પ્રસારને લઇને વ્હોટ્સએપ સરકારના નિશાને રહ્યું છે. સરકારના દબાણ બાદ કંપનીએ ગેરમાર્ગે દોરતી માહિતીઓ અને ફેક સમાચારો પર રોક લગાવવા માટે મહત્વના પગલા ભર્યા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter