GSTV
Home » News » ફૅક ન્યૂઝ વિરુદ્ધ Whatsapp હાથ ધરશે મોટી કવાયત, જાણો શું છે પ્લાન?

ફૅક ન્યૂઝ વિરુદ્ધ Whatsapp હાથ ધરશે મોટી કવાયત, જાણો શું છે પ્લાન?

Facebookની માલિકીની મેસેજિંગ એપ Whatsapp હવે જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યુ છે કે તેના પ્લેટફોર્મ પર કયા પ્રકારના ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે. કંપનીના સોફ્ટવૅર એન્જિનિયર Alan Kao આ સ્થિતિને કૉમ્પલેક્સ નામ આપ્યુ છે. આ એટલા માટે કેમકે એપ પર સેન્ડર અને રિસીવર સિવાય કોઇ મેસેજ વાંચી નથી શકતું. Alan Kaoએ એક રિપોર્ટમાં જણાવ્યુ કે, ”અમે આ પ્લેટફોર્મ પર ફેક ન્યૂઝ જોવા નથી ઇચ્છતા અને ન તો વાંચવા ઇચ્છીએ છીએ. પરંતુ આ જાણવું ખૂબ જ મુશ્કેલ છે કે કયા ન્યૂઝ ફેક છે અને કયા ન્યૂઝ રિયલ છે.” એવામાં કંપની આ ન્યૂઝને ઓછા કરવાની પદ્ઘિતિઓ પર કામ કરી રહી છે.

તમને જણાવી દઇએ કે, ઘણા ન્યૂઝ WhatsAppની મદદથી મોકલવામાં આવે છે અને આ ન્યૂઝ જલ્દીથી વાયરલ થઇ જાય છે કેમકે ભારતમાં 20 કરોડથી વધારે લોકો WhatsAppથી જોડાયેલા છે. Alan Kaoએ જણાવ્યુ કે, WhatsApp પર એવા ન્યૂઝને રોકવા માટે પગલા લેવામાં આવી રહ્યા છે. કંપની યૂઝર્સને ફેક ન્યૂઝને લઇને જાગરૂક્ત કરી રહી છે અને કોઇ પણ ન્યૂઝ શૅર કરવાની પહેલા તેની પ્રામાણિકતાને તપાસી લો.

Alan Kao કહ્યુ કે, એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્શનની હેઠળ WhatsApp પોતાના સર્વર પર કોઇ પણ મેસેજની સેવ અથવા તો સ્ટોર નથી રાખતું. મેસેજિસને માત્ર સેન્ડર અને રિસીવર જોઇ શકે છે. કંપનીના સર્વરમાં મેસેજિસને એનક્રિપ્ટેડ ફોર્મેટમાં રહે છે જ્યાં સુધી રિસીવર તેણે વાંચી ન લો. જો રિસીવર 30 દિવસ સુધી મેસેજ નથી વાંચતો તો તેણે સર્વર પરથી દૂર કરવામાં આવે છે. જોકે, Alan Kaoએ તે પણ કહ્યુ કે, ફેક ન્યૂઝને લઇને જે સ્ટેપ્સ લેવામાં આવે છે તેમાં પ્રાઇવેસીને પણ ધ્યાનમાં રાખવામાં આવશે.

ગત મહિને કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજીના મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યુ કે, WhatsApp પર કેટલાક આપત્તિજનક વીડિયો શૅર કરવામાં આવ્યા છે. WhatsAppની પાસે એવા મેસેજિસની જાણકારી ન હોવા કારણે તેના પર કોઇ કાર્યવાહી કરવામાં આવી ન શકી. WhatsApp એક એવા ફિચર ઉપલબ્ધ કરાવે છે જેને હેઠળ યૂઝર્સને કોઇ પણ આપત્તિજનક કન્ટેન્ટનો સ્ક્રીનશૉટ લઇને કાયદા પ્રવર્તન અધિકારીઓને શૅર કરી શકે છે.

Related posts

Tik Tok આવ્યું ભારત સરકારના નિશાને, આ કારણે ફરીથી થઇ શકે છે બૅન

Bansari

Google Play Storeએ ડિલીટ કર્યા આ જાસૂસી વાળા એપ્સ, તમારા ફોનમાં હોય તો હટાવો તુંરત

Path Shah

Twitter શરૂ કર્યું નવું ફીચર, ટ્રોલર્સ માટે વધશે સમસ્યા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!