ફેસબુકની માલિકી ધરાવતા વ્હોટ્સએપએ જાહેરાત કરી છે કે તે હવે તેના એનિમેટેડ સ્ટીકર્સ તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવી દીધા છે. તેવામાં હવે યુઝર્સ સરળતાથી સીધા મેસેજિંગ પ્લેટફોર્મના માધ્યમથી બીજા યુઝર્સને એનિમેટેડ સ્ટીકર્સ મોકલી શકે છે.

એનિમેટેડ સ્ટિકર્સ હવે આ એપ સ્ટીકર સ્ટોરમાં રેગ્યુલક સ્ટીકરની સાથે જ જોવા મળશે. એડ્રોઈડ અને આઈઓએસ બંને યુઝર્સ હવે એનિમેટેડ સ્ટીકર્સનો ઉપયોગ કરી શકે છે.


હાલ તો તેમાં પાંચ એનિમેટેડ સ્ટીકર્સ, Playful Piyomaru, Rico’s Sweet Life, Moody Foodies, Chummy Chum Chums અને Bright Days હાજર છે. આ એનીમેટેડ સ્ટીકર્સ સપોર્ટ વ્હોટ્સએપ વેબ માટે પણ જાહેર કરવામાં આવ્યાં છે.

વ્હોટ્સએપ દ્વારા એનીમેટેડ સ્ટીકર્સ જાહેર કરવામાં આવ્યાની જાણકારી ટ્વિટર ઉપર દેવામાં આવી છે. સ્ટીકર્સનો ઉપયોગ કરવા માટે એંડ્રોઈડ એપમાં અપડેટેડ વર્ઝન v2.20194.16 અને આઈઓએસમાં એપનું અપડેટેડ વર્ઝન v2.20.70 હોવું જરૂરી છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, એનીમેટેડ સ્ટીકર્સ લુપમાં નહી ચાલે. યુઝર્સને સ્ટીકર્સનો રિપ્લે કરવા માટે ચેટને અપડાઉન કરવો પડશે.
Animated stickers are available now. pic.twitter.com/gYNQyqCoe6
— WhatsApp Inc. (@WhatsApp) July 8, 2020
આવી રીતે ઉપયોગ કરો એનીમેટેડ સ્ટીકર્સનો
- વ્હોટ્સએપ ચેટ ઓપન કરો અને બોટમમાં ઈમોજી આઈકોન ઉપર ક્લિક કરો.
- સ્ક્રિનના એંડ સ્ટિકર ઓપ્શનને સિલેક્ટ કરો, સ્ટીકર ઓપ્શનમાં જવા માટે એક્સટ્રીમ રાઈટથી ‘+’ ઉપર ક્લિક કરો.
- આ સ્ટીકર પેક ઉપર ક્લિક કરો જેને તમે ડાઉનલોડ કરવા માંગો છો તેના ઉપર ટેપ કરીને સ્ટીકર્સ પ્રિવ્યુ કરો.
- સ્ક્રિનના બોટટમાં જઈને તમે ડાઉનલોડ ઓપ્શન ઉપર ક્લિક કરી શકો છો.
- સ્ટીકર પેકના ડાઉનલોડ કર્યાં બાદ આ સ્ટીકર્સ સેક્સનમાં એડ થઈ જશે. હવે તમે તેને ચેટમાં ઉપયોગ કરવા માટે તેને સિલેક્ટ કરી શકો છો. આવી જ રીતે તમે પૈક્સ એડ કરી શકો છો.
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો