GSTV
Home » News » Whatsapp યુઝર્સ માટે ‘ખતરાની ઘંટી’ : કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે તમારી પ્રાઇવેટ ચેટ, તરત જ કરો આ કામ નહી તો….

Whatsapp યુઝર્સ માટે ‘ખતરાની ઘંટી’ : કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે તમારી પ્રાઇવેટ ચેટ, તરત જ કરો આ કામ નહી તો….

વૉટ્સએપમાં એક મોટી ગરબડ સામે આવી છે. એક મિસ્ડ કૉલ દ્વારા લોકોના મોબિલ ફોન્સને હેક કરવામાં આવી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર યુઝર્સને ફક્ત એક વૉટ્સએપ કૉલ કરીને તેમના ફોનના કેમેરા અને માઇકને હેક કરી લેવામાં આવ્યા. સાથે જ યુઝર્સના ઇમેલથી લઇને મેસેજ અને લોકેશન ડેટા સુધી પણ મેળવી લેવામાં આવ્યાં.

whatsapp sticker notification

વૉટ્સએપે અત્યાર સુધી આ ગરબડનું નિવારણ લાવી દીધું છે. પરંતુ વૉટ્સએપ એપ અપડેટ થતાં જ આ સમસ્યાનું સમાધાન મેળવી શકાય છે. તેથી કંપનીએ તરત જ એપને અપડેટ કરવા રહ્યું છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ એક બગ હતુ જે વૉટ્સએપના ઑડિયો કૉલ ફિચરમાં આવી ગયું હતુ. વૉટ્સએપનું કહેવુ છે કે આ ગરબડની જાણ થતાં જ ગત મહિને ફિક્સ કરી દેવામાં આવી હતી. હવે યુઝર્સે ફક્ત પોતાની એપ અપડેટ કરવાની છે.

તરત જ એપ કરો એપડેટ

મેસેજિંગ એપ વૉટ્સએપે પોતાના તમામ યુઝર્સને એપના લેટેસ્ટ વર્ઝનને ડાઉનલોડ કરવાની અપીલ કરી છે, સાથે જ યુઝર્સે પોતાનો સ્માર્ટફોન અને તેના ઓએસને પણ અપડેટ કરવા જોઇએ.

WhatsApp shopping feature

સિટિઝન લેબ્સના રિસર્ચર્સ અનુસાર વૉટ્સએપમાં આ ગરબડની જાણ મેની શરૂઆતમાં થઇ જ્યારે યુકેના એક માનવાધિકાર સાથે જોડાયેલા વકીલ પર એનએસઓના આ પ્રોગ્રામના એટેકનો કેસ સામે આવ્યો હતો.

વૉટ્સએપે પોતાના તમામ યુઝર્સને તરત જ એપ અપડેટ કરવા કહ્યું છે. સિક્યોરિટી રિસર્ચર્સ અને વૉટ્સએપ તરફથી પણ કન્ફર્મ કરવામાં આવ્યું છે કે આ સ્પાઇવેર ઇઝરાયલના સીક્રેટિવ એનએસઓ ગ્રુપે ડેવલપ કર્યુ છે.

Read Also

Related posts

ન્યૂયોર્કમાં ઈલાજ કરાવી રહેલાં ઋષિ કપૂરને મળવા પહોંચ્યા નીતા-મુકેશ અંબાણી

Mansi Patel

એક્ઝિટ પોલની અસર થશે સીધા તમારા ખીસ્સા ઉપર, જાણો ક્યાં અને કેવી રીતે?

Mansi Patel

ભારતની આ સ્ટાર મહિલા એથલિટે સમલૈંગિક સંબંધ હોવાનું માન્યુ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!