GSTV

WhatsApp ની ‘દાદાગીરી’, જો પ્રાઇવેસી પોલિસીની આ શરતો નહીં માનો તો થશે મોટું નુકસાન

Last Updated on February 22, 2021 by Pravin Makwana

WhatsApp ની ‘દાદાગીરી’ માં હજુ પણ કોઇ પણ જાતનો ફેરફાર જોવા નથી મળ્યો. મેસેજિંગ એપએ એક વાર ફરીથી પોતાની નવી પ્રાઇવેસી પોલિસી (Privacy Policy) યુઝર્સને મોકલી છે. આ સાથે જ જણાવ્યું કે, ‘જો નકકી કરેલા સમયની અંદર શરતોને એક્સેપ્ટ કરવામાં નહીં આવે તો નુકસાન થઇ શકે છે.’ અમે અહીં તમને જણાવીશું કે, શું છે શરતો નહીં માનવાના નુકસાન….

ટેક સાઇટ telecomtalk અનુસાર whatsapp એ એક વાર ફરીથી યુઝર્સને નવી પ્રાઇવેસી પોલિસીની નોટિફિકેશન મોકલવાની શરૂ કરી દીધી છે. મળતી જાણકારી અનુસાર, Whatsapp એ યુઝર્સને જણાવ્યું કે, “નવી પ્રાઇવેસી પોલિસીને 15 મે સુધી એક્સેપ્ટ કરવાની રહેશે. ગઇ વખતની જેમ જ આ વખતે પણ યુઝર્સને આ શરતો ન માનવાનો વિકલ્પ નથી આપ્યો.”

રિપોર્ટ અનુસાર, Whatsapp એ એ સ્પષ્ટ કરી દીધું છે કે, તમારે નવી શરતો માનવાની રહેશે. જો તમે એવું નહીં કરી શકો તો Whatsapp થી આવનારા કોલ્સ અને નોટિફિકેશન તો મળતા જ રહેશે. પરંતુ યુઝર્સ મેસેજ નહીં વાંચી શકે. આ સિવાય મેસેજ મોકલવાનો વિકલ્પ પણ બંધ થઇ શકે છે.”

તમને જણાવી દઇએ કે, આ વર્ષે 4 જાન્યુઆરીના રોજ પણ WhatsApp એ આવી જ એક પ્રાઇવેસી પોલિસી યુઝર્સને મોકલી હતી. જેમાં યુઝર્સને કહેવામાં આવ્યું હતું કે, ‘તમારા ચેટ્સ, કોન્ટેક્ટ લિસ્ટ અને લેણદેણની જાણકારી ફેસબુક (facebook) અને ઇન્સ્ટાગ્રામ (Instagram) સાથે શેર કરવામાં આવશે.

જ્યારથી whatsapp એ લોકોના ડેટાને બીજા પ્લેટફોર્મ સાથે શેર કરવાની વાત કરી છે, યુઝર્સે બીજી એપ્સમાં જવાનું શરૂ કરી દીધું છે. WhatsApp ની આ શરતોનો વિરોધ વિશ્વભરના યુઝર્સ હવે ટેલીગ્રામ (telegram) અને સિગ્નલ (signal) યુઝ કરવા લાગ્યાં છે.

READ ALSO :

Related posts

અમિત શાહનો દાવો : સપાની સરકાર બનશે તો અખિલેશ યાદવ જયંત ચૌધરીને આપશે દગો, આઝમ ખાનને મળશે તક

GSTV Web Desk

ટાટા ગ્રુપે એર ઈન્ડિયાના મેક ઓવર માટે કરવી પડશે ખાસી મહેનત, પાંચ વર્ષમાં ખર્ચવા પડશે 37500 કરોડ

Vishvesh Dave

ગેરકાયદે વિદેશ મોકલતા એજન્ટોને જેલભેગા કરાશે : ઘણાએ ધંધો બંધ કરી દીધો, પોલીસ કાર્યવાહીનો ડર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!