GSTV

Whatsapp પર Fake News થી છો પરેશાન ? આ નવા ફીચરથી મળશે છૂટકારો

સોશિયલ મેસેજિંગ એપ WhatsApp ફેક ન્યૂઝના કારણે હંમેશા નિશાન પર રહે છે, પરંતુ હવે ફેક ન્યૂઝના પ્રભાવને ઓછુ કરવા માટે WhatsApp એક નવુ ફીચર લાવ્યુ છે. WhatsApp એ આ ફીચરના કારણે કોઈપણ ફોરવર્ડ કરવામાં આવેલ મેસેજને સીધા Google પર સર્ચ કરી શકાય છે. Google થકી તમે આ ન્યૂઝની હકીકતની જાણ કરી શકો છો.

ફેક ન્યૂઝને રોકવા માટે સતત કોશિશ કરી રહ્યુ છે

WhatsApp એ હાલમાં જ પોતાના નવા સર્ચ દ ફીચર વિશે જાણકારી આપી હતી. WhatsAppએ જણાવ્યુ કે, તેઓ પોતાના પ્લેટફોર્મ પર ફેક ન્યૂઝને રોકવા માટે સતત કોશિશ કરી રહ્યુ છે. આ કડીમાં આજથી જ WhatsApp પોતાના યૂઝર્સને ફોરવર્ડ મેસેજ ચેક કરવા માટે Google પર સર્ચનો વિકલ્પ આપશે. જેથી મેસેજની સત્યતાની તપાસ પણ કરી શકાય છે.

પહોંચવાથી રોકી શકે છે

WhatsApp ના નવા ફીચરી ખાસ વાત એ છે કે, તે માટે યૂઝર્સને એપ બંધ કરવાની રહેશે નહી. WhatsApp નું આ ફીચર્સ યૂઝર્સ માટે ફેક ન્યૂઝને રોકવાનો વિકલ્પ પણ સાબિત થઈ શકે છે. યૂઝર્સ ફોરવર્ડ મેસેજની સત્યતાને તપાસીને તેને ડિલીટ કરી શકે છે. આવુ કરવા પર ફેક ન્યૂઝ બીજા લોકો સુધી પહોંચવાથી રોકી શકે છે. જોકે, આ ફીચરનો વપરાશ કરવા માટે પ્લે સ્ટોરથી WhatsAppને અપડેટ કરવી જરૂરી હશે.

આ રીતે કરો નવા ફીચરનો વપરાશ

  • જ્યારે તમને ન્યૂઝ સાથે જોડાયેલ કોઈ ફોરવર્ડ મેસેજ મળશે અને તેની સાથે જ સર્ચનું આઈકન બનેલુ હશે.
  • તમારે આ આઈકન પર ક્લિક કરશું તો તમારા ગૂગલ પર સર્ચનો ઓપ્શન મળશે.
  • જેમ જ તમે ઓકે કરશો WhatsApp મેસેજને તમારા ફોનના બ્રાઉઝરનો વપરાશ કરતા ગૂગલ પર સર્ચ કરશે.
  • તમારી સામને ફરી તેનાથી જોડાયેલા ન્યૂઝ આર્ટિકલ્સને દેખાડવામાં આવશે.
  • જોકે, આ ફીચરને પણ માત્ર બ્રાઝીલ, ઈટલી, આયરલેન્ડ, સ્પેન, ઈગ્લેન્ડ અને અમેરિકામાં પેશ કરવામાં આવશે. ભારતમાં આ ફીચરના સામે આવવામાં હજુ કેટલાક અઠવાડિયા લાગશે.

READ ALSO

Related posts

મુલાયમના પ્રભુત્વ વાળી બેંકો પર ભાજપે જમાવ્યો કબ્જો, 30 વર્ષથી ચલાવી રહેલા શાસનનો આવ્યો અંત

Dilip Patel

તમારી શાકભાજી કાપવાની રીત ખોટી હોઈ શકે છે? જાણો પૌષ્ટિકતા જાળવી રાખીને કાપવાની યોગ્ય રીત

Karan

વડોદરા/ કોરોનાની ગ્રાન્ટ ન ફાળવવા બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!