પોતાની વિવાદસ્પદ પ્રાઈવેસી પોલિસી અપડેટ સાથે આગળ વધવાના નિર્ણયની જાહેરાતની થોડી કલાકો બાદ Whatsappએ ભારત સરકારને સૂચિત કર્યા છે કે તે દેશભરમાં યૂઝર્સની પર્સનલ ચેટને પ્રાઈવેસીની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. જાન્યુઆરીમાં મેસેજિંગ પ્લેટફોર્મએ યૂઝર્સને સૂચિત કર્યા છે કે તે નવી પ્રાઈવેસી પોલિસી તૈયાર કરી રહ્યા છે. જે હેઠળ તે FACEBOOK અને તેના સમૂહ ફર્મો સાથે સીમિટ યૂઝર ડેટા શેર કરી શકીએ છીએ. આ જાહેરાત પર યૂઝર્સે મોટો બબલા ઉભો કરી અને નારાજ થઈ વધુ યૂઝર્સ Whatsappના પ્રતિદ્વંદ્વી એપ્સ Telegram અને Signal તરફ વળ્યા. ત્યારબાદ Whatsappએ નવી પોલિસી લોન્ચ કરવાની ડેડલાઈનને 8 ફેબ્રુઆરીથી વધારી 15 મે કરી દીધી છે. કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું કે, યુઝર્સ બિઝનેસ અકાઉન્ટ સાથે મેસેજ મોકલવા પર નવી પોલિસી અસરકારક હશે અને પર્સનલ વાતચીતને પ્રભાવિત નહીં કરે.

હવે જરૂરત છે કે 15 મે પહેલા Whatsappની નવી પ્રાઈવેસી પોલિસીને સરખી રીતે સમજી લે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે નવી પોલિસી લાગૂ થયા બાદ Whatsapp પર યૂઝર્સ માટે શું બદલાઈ રહ્યું છે અને શું બદલાતું નથી.
એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ યૂઝર ચેટ
પ્રાઈવેસી બદલાવ બાદ યૂઝર્સની ચેટ પહેલાની જેમ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રહેશે. મેસેજ સેંડર અને રિસીવર વચ્ચે થતી રહેશે. થર્ડ પાર્ટી તેને એક્સેસ કરી શકશે નહીં. કંપનીએ આ સ્પષ્ટ કરી દીધું કે, યૂઝર્સની વચ્ચે તમામ મેસેજ અને મીડિયા ફાઈલ્સ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રહેશે. તેમ છતાં Whatsapp અને Facebook તમારા મેસેજ વાંચી શકશે નહીં.

બિઝનેસ યુઝર્સ માટે ઓપ્શનલ સેરિંગ
Whatsappએ જે આપ્યું છે તે બિઝનેસ સાથે યૂઝર્સના કન્ટેન્ટ ડિટેલ શેર કરતા નથી. કંપનીનએ દાવો પણ કર્યો છે કે, પોલિસી યૂઝર્સે પહેલા આવું કરવા માટે પરમિશન વગર યૂઝર્સના સંપર્કથી રોકે છે.
નવી શરતોને સ્વીકાપ નહીં કરી શકતા બંધ થઈ જશે Whatsapp અકાઉન્ટ
જ્યાં સુધી સેવાની નવી શરતોનો સ્વીકાર કરવાની વાત છે તે Whatsapp પોતાના નિર્ણય પર કાયમ છે. જો યૂઝર્સ 15 મેના અંત સુધીમાં નવી પ્રાઈવેસી પોલિસીનો સ્વીકાર નહીં કરે તો તે બાદમાં પોતાના Whatsapp ખાતાનો ઉપયોગ કરી શકશે નહીં.
બિઝનેસ અંગે વાત કરવાનો સપોર્ટ ઓપ્શનલ
કંપનીએ કહ્યું કે, Whatsapp પર બિઝનેસ અકાઉન્ટથી વાત કરવાનો સપોર્ટ પૂરી રીતે વૈકલ્પિક હશે. યૂઝર્સને Whatsapp પર માત્ર કંપનીઓના બ્રાંડ સાથે વાતચીત કરી શકે છે. જો તે ઈચ્છે તો Whatsapp કોઈ પણ કંપની / બ્રાંડ સાથે યૂઝર્સની સંખ્યા શેર કરશે નહીં.

Facebookના માધ્યમ દ્વારા કોઈ વ્યવસાય સાથે જોડાવું
વધુ એક ફેરફાર એ થયો છે કે જો કોઈ યૂઝર્સ Facebook / Instagram પર બતાવવામાં આવતી જાહેરાત પર ક્લિક કરવાનો વિકલ્પ પસંદ કરે છે તો તેનો ઉપયોગ Facebook પર તમારા દ્વારા જોવામાં આવતી જાહેરાતોને પર્સનલાઈઝ કરવા માટે કરી શકાય છે. પરંતુ ફેસબુક અને વ્હોટ્સએપ કોઈ પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજોવા કન્ટેન્ટ જોઈ શકતું નથી.
READ ALSO
- જરૂરી / આવનાર 9 દિવસમાં 5 દિવસ બેંકો રહેશે બંધ, જરૂરી કામ હોય તો જલદી કરો નહીં તો પડશે બેંકનો ધરમધક્કો
- હેલ્થ ટિપ્સ / શું થોડુ જમવાથી પણ થાય છે એસિડિટીની સમસ્યા, તો કરો આ ઉપાય અને મેળવો રાહત…
- કામના સમાચાર/ SBI વેપારીઓ માટે લાવી ખાસ યોજના, સૌથી ઓછી શરતો અને સસ્તા વ્યાજે આપશે 50 લાખ રૂપિયા સુધીની લોન
- Good News: રિઝર્વેશન વિના પણ હવે ટ્રેનમાં કરી શકાશે મુસાફરી પણ રેલવે ખિસ્સાં ખંખેરી લેશે, પેસેન્જર ટ્રેનમાં પણ ટિકિટના ભાવ વધ્યા
- સબક/ રૂપિયા જોઈને મિસ્ત્રીએ ઘડ્યો લૂંટનો પ્લાન : પરિવારજનોને લૂંટ માટે મધ્યપ્રદેશથી બોલાવ્યા: પોલીસે આ રીતે કર્યો આ લૂંટનો પર્દાફાશ