GSTV
Gujarat Government Advertisement

મોટા સમાચાર/ 15 મે પછી ડીલીટ નહિ થાય તમારુ WhatsApp, કંપનીએ લીધો મોટો નિર્ણય

WhatsApp

Last Updated on May 8, 2021 by Damini Patel

WhatsAppના યુઝર્સ માટે એક મોટી ખબર છે. સોશિયલ મીડિયા ચેટિંગ પ્લેટફોર્મએ મોટો નિર્ણય લેતા કહ્યું કે હવે 15 મે પછી એમનું એકાઉન્ટ ડીલીટ નહીં થયા જેઓ પ્રાઇવેસી પોલિસીને નથી સ્વીકારતા. છેલ્લા કેટલાક મહિનાથી WhatsAppની પ્રાઇવેસી પોલિસી એક મોટો વિવાદ બનેલી હતી. જેના પર અંતે કંપનીએ વિરામ લગાવી લોકોને મોટી રાહત આપી છે. જો કે WhatsAppએ કહ્યું છે કે કંપની આવનારા આવતા કેટલાક હપ્તામાં રિમાઇન્ડર જારી કરશે.

આ પહેલા WhatsApp તરફથી પ્રાઇવેસી પોલિસીને ઈન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા પછી એના સ્વામિત્વ વાળી કંપની ફેસબુકને સતત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. એના કારણે ઘણા યુઝર્સ WhatsAppને છોડીને સિગ્નલ અને ટેલિગ્રામ એપ પર શિફ્ટ થઇ રહ્યા છે અને આ એપ્સના યુઝર્સ પણ સતત વધી રહ્યા છે.

શું છે મામલો ?

આ પહેલા વોટ્સએપે જયારે યુઝર્સને પ્રાઇવેસી પોલિસી અંગે જણાવ્યું હતું ત્યારે કહ્યું હતું કે, તમામ યુઝર્સે 8 ફેબ્રુઆરી સુધીમાં એક્સેપટ કરવું પડશે. એવું ન કરવા વાળા યુઝર્સનું એકાઉન્ટ ડીલીટ કરી દેવામાં આવશે. જો કે કંપની દ્વારા પોલિસીમાં ફેરફાર કાર્ય પછી લોકો સતત આનો વિરોધ કરી રહ્યા હતા અને એપ પરથી પોતાનું એકાઉન્ટ ડીલીટ કરી રહ્યા હતા. એવામાં WhatsAppએ પોતાની ડેડલાઈન વધારી 15 મે કરી દીધી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave

GTUના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત, નાપાસ થતા ડિપ્રેશનમાં સપડાયો હતો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!