GSTV

WhatsAppએ સ્ટેટસ લગાવી યૂઝર્સને આપ્યો મેસેજ -શું તમને આવ્યો આ મેસેજ?

વ્હોટસેપે પોતાની નવી પ્રાઈવસી પોલિસી લાગુ કરવાની તૈયારીમાં છે. તેની આ જ પ્રાઈવસીને લઈને લોકો તેની ટીકા કરી રહ્યા છે. આ આલોચનાઓ વચ્ચે વ્હોટસેપે પોતાની નવી પ્રાઈવસી પોલીસીને લઈ સફાઈ રજી કરી છે. વ્હોટસેપે યૂઝર્સ માટે વ્હોટસેપ સ્ટેટસ લગાવી બતાવ્યું કે તે યૂઝર્સની પ્રાઈવસી જાળવી રાખવામાં પ્રતિબધ્ધ છે.

રવીવારે એટલે 17 જાન્યુઆરીએ સવારે યૂઝર્સે વ્હોટસેપ ઓપન કરી જોયુ તો સ્ટેટસ સેંગમેન્ટમાં વ્હોટસેપનું એક સ્ટેટસ હતું. જેમાં પ્રાઈવસી પોલીસીને લઈને કેટલીક વાતો જણાવી હતી. જેમાં પહેલો મેસેજ હતો કે એમે તમારી પ્રાઈવસી માટે પ્રતિબધ્ધ છીએ.

અન્ય ત્રણ મેસેજમાં લખ્યું હતું કે, વ્હોટસેપ તમારી અંગત વાતો વાંચી અથવા સાંભળી નથી શકતું કારણ કે આ મેસેજ એંડ ટૂ એંડ ઈન્ક્રિપ્ટેડ હોય છે. વ્હોટસેપ તમારી શેયર કરેલી લોકેશન પણ નથી જોઈ શકતું. વ્હોટસેપ તમારા કોન્ટેક ફેસબુક સાથે શેર નથી કરતા.

તેના પહે્લા વીતેલા સપ્તાહે વ્હોટસેપે એપ દ્વારા એક નોટીફિકેશન યૂઝર્સને મોકલી હતી જેમાં લખ્યું હતું કે વ્હોટસેપ પ્રાઈવસી પોલીસીમાં બદલાવ કરી રહ્યું છે. વ્હોટસેપનો ઉપયોગ આગળ ચાલુ રાખવા માટે 8 ફેબ્રુઆરી 2021 સુઘી તેના પર સહમતિ કરવાનો વિકલ્પ છે. વ્હોટસેપના આ અપડેટના નોટિફિકેશન બાદ માર્કેટમાં ચર્ચા જગાવી હતી. સોશ્યલ મીડિયા પર મીમ્સનો ઢગલો થયો હતો. યૂઝર્સે વ્હોટસેપ સિવાય અન્ય મેસેજીંગ એપ વાપરવાની ચર્ચા શરૂ કરી હતી.

વિવાદ વધતો જોઈને વ્હોટસેપ તરફથી એક ટ્વીટ જારી કર્યુ હતું જેમાં વ્હોટસેપ પોતાની આ પોલીસી અપડેટ પર હાલ મે 2021 સુઘી રોક લગાવી રહ્યું છે. કોઈપણ યૂઝર્સનું અકાઉન્ટ ડિલીટ પણ નહિ કરાય તથા સસ્પેંડ પણ નહિ કરાય.

વ્હોટસેપની પોલીસીને લઈને અપડેટમાં બદલાવ બાદ મેસેજીંગ એપ સિગ્નલ અને ટેલીગ્રામના ડાઉનલોડસની સંખ્યામાં ઘણો વધારો જોવા મળ્યો.

READ ALSO

Related posts

સમયસર પુરા કરી દેજો બેંકના કામ: માર્ચ મહિનામાં આટલા દિવસ બંધ રહેશે દેશભરની તમામ બેંકો, જોઈ લો રજાઓનું લિસ્ટ

Pritesh Mehta

કામની વાત/ હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા પહેલા સમજી લ્યો વીમા કોન્ટ્રાક્ટની આ વાત, નહીં તો બાદમાં થશે પરેશાની

Sejal Vibhani

ભારતીય અર્થતંત્રના વિકાસમાં ખાનગી બેંકોઓની પણ હશે ભાગીદારી, હવે મળતી થશે સરકારી સેવાઓ સહિતની સુવિધાઓનો લાભ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!