હવે યુઝર્સને ચેટમાં જ મળશે Videoની મજા,Whatsappમાં આવ્યું કમાલનું ફિચર

લોકપ્રિય મેસેજિંગ એપ Whatsapp પોતાના યુઝર્સ માટે અવનવા ફિચર્સ લઇને આવતું રહે છે. તેવામાં હવે Whatsapp વધુ એક નવુ ફિચર લઇને આવ્યું છે. Whatsappના આ નવા ફિચરનું નામ Picture In Picture મોડ છે. આ નવું ફિચર Whatsapp પર તમારા વિડિયો જોવાના અંદાજને બદલી નાંખશે.

આ નવા ફિચરનો ફાયદો એ થશે કે જો તમારી પાસે બહારથી કોઇ વીડિયો આવે તો તમે Whatsappની બહાર ગયા વિના જ તે વિડિયોને જોઇ શકશો. એટલે કે તમારી પાસે Whatsapp પર YouTubeનો વિડિયો આવે તો તમે તેને ત્યાં જ જોઇ શકશો.

આ ફિચરને કંપનીએ પહેલાં એન્ડ્રોઇડ બીટા વર્ઝન માટે અપડેટ કર્યુ હતું અને ઘણી ટેસ્ટિંગ બાદ હવે તેને તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે. અપડેટને પ્લે સ્ટોર દ્વારા રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે એટલે કે યુઝર્સ પ્લે સ્ટોર પર જઇને એપને મેન્યુઅલી અપડેટ કરી શકે છે. આ ફિચર વર્ઝન 2.18.380 પર ઉપલબ્ધ છે.

આ ફિચર હાલ Youtube, Instagram, અને Streamable જેવા પ્લેટફોર્મ પર હોસ્ટેડ વીડિયો માટે કામ કરશે. જ્યારે તમે આ પ્લેટફોર્મના કોઇ વીડિયોને શેર કરશો અથવા તો તેના વિડિયો તમારી પાસે આવશે તો તમે તેને Picture In Picture મોડમાં પ્લે કરી શકશો.

જણાવી દઇએ કે Picture In Picture મોડ તમને વીડિયો જોતા સમયે ચેટ દ્વારા નેવિગેટ કરવામાં મદદ કરે છે. વીડિયોઝ જોતા તમે સરળતાથી એકમાંથી બીજી ચેટમાં સ્વિચ કરી શકો છે. જણાવી દઇએ કે iOS પ્લેટફોર્મ પર આ મોડ પહેલાંથી જ ઉપલબ્ધ છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter