WhatsApp Pay ની હજુ ભારતમાં સત્તાવાર જાહેરાત કરાઈ નથી. જો કે, તેનો ઉપયોગ ભારતમાં 2018 થી ટેસ્ટિંગ તરીકે કરવામાં આવી રહ્યો છે અને કંપની પણ તેનું ટેસ્ટિંગ કરી રહી છે. બ્રાઝિલમાં યુઝર્સ હવે વોટ્સએપ પર ટ્રાંઝેક્શન કરી શકશે. ફેસબુકે કહ્યું છે કે બ્રાઝિલિયન યુઝર્સ માટે વોટ્સએપમાં પેમેન્ટ ફીચર આપવામાં આવી રહ્યું છે. જોકે કંપનીએ તેનું નામ વ્હોટ્સએપ પે રાખ્યું નથી, પરંતુ કંપનીએ કહ્યું છે કે તે ફેસબુક પે પર આધારિત હશે.

પૈસા મોકલવાની પ્રોસેસ ફોટો મોકલવા જેટલી જ સરળ બનાવી રહ્યા છીએ
આગામી સમયમાં કંપની તમામ ફેસબુક એપ્લિકેશન્સમાં ટ્રાન્ઝેક્શન માટે ફેસબુક પેની ઓફર કરી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર બ્રાઝિલ પહેલો દેશ બન્યો છે જ્યાં પેમેન્ટ ફીચર વોટ્સએપમાં મોટા પાયે શરૂ કરાયું છે. WhatsAppમાં આપવામાં આવેલ પેમેન્ટ ફીચર દ્વારા માત્ર વોટ્સએપ દ્વારા જ પૈસા એક બીજાને મોકલી શકાશે. ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘આજથી અમે બ્રાઝિલના લોકો માટે WhatsApp Payments શરૂ કરી રહ્યા છીએ. અમે પૈસા મોકલવાની પ્રોસેસ ફોટો મોકલવા જેટલી જ સરળ બનાવી રહ્યા છીએ.
વોટ્સએપ પેમેન્ટ માટે ફેસબુક પે બનાવવામાં આવી રહ્યું છે
માર્ક ઝુકરબર્ગે એમ પણ કહ્યું છે કે WhatsApp Payment ની શરૂઆત થતા હવે નાના વેપારીએ સીધા વોટ્સએપથી પેમેન્ટ કરી શકશે. ઝુકરબર્ગ અનુસાર વોટ્સએપ પેમેન્ટ માટે ફેસબુક પે બનાવવામાં આવી રહ્યું છે, જે તમામ ફેસબુક એપ્સમાં સુરક્ષિત પેમેન્ટનો વિકલ્પ આપશે. ભારતમાં વોટ્સએપમાં પેમેન્ટ ફીચર શરૂ કરવા અંગે ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ ક્લિયરન્સના અભાવે હજી સુધી વોટ્સએપ પર આધિકારીક એપ બનાવવામાં આવી નથી. જો કે, ઝુકરબર્ગે આ પોસ્ટમાં સંકેત આપ્યો છે કે ટૂંક સમયમાં તેનો વિસ્તાર વધારવામાં આવશે.

ભારત કંપની માટે મોટું બજાર
ભારતમાં WhatsApp ના સૌથી વધુ યુજર્સ છે અને આને કારણે કંપની ભારતમાં WhatsApp માં પેમેન્ટ ફીચર લોન્ચ કરવા માટે જોરશોરથી પ્રયાસ કરી રહી છે. પરંતુ સરકાર તરફથી હજુ ડેટા લોકલાઈનજેશન અને પોલીસીને લઈને ક્લિયરન્સ નથી મળ્યું. ગત વર્ષે વોટ્સએપના વડા વિલ કેથકાર્ટ જ્યારે ભારત આવ્યા હતા ત્યારે જ તેમણે કહ્યું હતું કે સરકારની પરવાનગી લેવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે ભારતમાં WhatsApp પેમેન્ટ ફીચર ક્યારે શરૂ થશે. કારણ કે ભારત કંપની માટે મોટું બજાર છે.
READ ALSO
- વિકાસ/ ગુજરાતમાં ૩૭૬૦.૬૪ કરોડના ખર્ચે ૩૪ નેશનલ હાઇવે બનાવશે મોદી સરકાર, અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં અહીં બનશે નવા ફ્લાય ઓવર
- રૂપિયો તૂટ્યો! ડોલરની સામે 78.96ના ઐતિહાસિક તળિયે પહોંચ્યો, શું મહામંદીના ગ્રહણનાં એંધાણ?
- મહારાષ્ટ્રની રાજકીય ઉથલપાથલે લીધો નવો વળાંક, ઉદ્ધવ ઠાકરેને ફ્લોર ટેસ્ટ દ્વારા બહુમતી સાબિત કરવાનો આદેશ,
- શિંદેએ બાગી ધારાસભ્યો સાથે કામાખ્યા મંદિરના કર્યા દર્શન, મુંબઈ થોડાક સમયમાં પહોંચશે!
- રિલાયન્સ/ આગામી પેઢીને લગામ સોંપવાની પ્રક્રિયા ઝડપી બની, આકાશ અંબાણી બાદ ઈશાને મળી શકે છે આ વ્યવસાયની કમાન