GSTV
Auto & Tech Trending

Whatsapp દેશભરમાં આગામી અઠવાડિયે લૉન્ચ કરશે આ મોટી સર્વિસ

પેટીએમ જેવા હરિફોને માર્કેટ શેરમાં પોતાનો હિસ્સો બનાવવા માટે ફેસબુકે કમર કસી લીધી છે. ફેસબુકે માર્કેટ શેરમાં પોતાનો દબદબો જમાવવાના હેતુ સાથે આગામી અઠવાડિયે દેશભરમાં પોતાના યુઝર્સ માટે Whatsapp payment સર્વિસ રોલઆઉટ કરવાનો નિર્ણય લીધો છે.

લોકપ્રિય મેસેજિંગ એપ Whatsapp આગામી અઠવાડિયે ભારતમાં એક મોટી સર્વિસ લૉન્ચ કરવા જઇ રહ્યું છે. Whatsapp દેશમાં પેમેન્ટ સર્વિસ સત્તાવાર ધોરણે લૉન્ચ કરવાની તૈયારીમાં છે. કંપની આગામી અટવાડિયે દેશભરમાં આ સેવાની શરૂઆત કરી શકે છે. આ મામલે સંબંધિત સૂત્રોએ માહિતી આપી છે.

મેસેજિંગ એપ આ સેવા શરૂ કરવા માટે એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક અને એક્સિસ બેન્ક વગેરે સાથએ પાર્ટનરશીપ કરી ચુકી છે. તેવામાં એસબીઆઇ સાથે પાર્ટનરશીપ કરવાની પ્રક્રિયા આશરે પૂરી થઇ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે વૉટ્સએપે પેમેન્ય સર્વિસનું બીટા વર્ઝન થોડા સમય પહેલા ભારતમાં લૉન્ચ કર્યુ હતું. પરંતુ સત્તાવાર ધોરણે હજુ સુધી આ સેવા શરૂ કરવામાં નથી આવી. વૉટ્સએપના ભારતમાં આશરે 20 કરોડ યુઝર્સ છે.

Whatsappના પાયલટ વર્ઝનને ફેબ્રુઆરીમાં 10 લાખ લોકો સાથે શરૂ કરવામાં આવ્યું હતું. Whatsappની આ સર્વિસને શાનદાર રિવ્યુઝ મળ્યાં હતાં અને તે પેટીએમ માટે પણ એક પડકાર સમાન સાબિત થઇ શકે છે.

Related posts

ઉછીના નાંણે જલસા/ ભારતીય દ્વારા ક્રેડિટ કાર્ડ મારફતે ખર્ચમાં વધારો, માર્ચમાં રૂ.1 લાખ કરોડને પાર

Damini Patel

PFIની રેલીમાં બાળકે લગાવ્યા ભડકાઉ નારા, વિડિયો વાયરલ થયા બાદ પોલીસ કાર્યવાહીની માંગ

GSTV Web Desk

નેશનલ હાઈવે ઉપર મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને માર્ગ અને પરિવહન મંત્રાલયની યોજના, જાણો શું સુવિધાઓ મળશે

GSTV Web Desk
GSTV