GSTV

તમારા કામનું/ Whatsapp પર આજથી ટ્રાન્સફર કરી શકશો પૈસા, શીખી લો ઘણું કામનુ છે આ ફીચર

whatsapp

Last Updated on November 6, 2020 by Bansari

Whatsapp UPI Payment: ભારતમાં હવે Whatsapp યુઝર્સ આ જ એપ દ્વારા અન્ય વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરી શકશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI)એ Whatsappને આ અપ્રુવલ આપી દીધી છે. આશરે 3 વર્ષથી Whatsapp તેની રાહ જોઇ રહ્યું હતું અને હવે કંપનીએ તેને ભારતમાં લાઇવ કરી દીધું છે. Whatsapp UPI બેસ્ડ પેમેન્ટની ટેસ્ટિંગ પહેલા કરવામાં આવી ચુકી છે.

ભારતમાં Whatsapp પર પેમેન્ટ લાઇવ થયુ

ફેસબુક ઇન્ડિયાના હેડ અજીત મોહને જણાવ્યું કે, ભારતમાં Whatsapp પર પેમેન્ટ લાઇવ થઇ ચુક્યુ છે અને લોકો Whatsapp દ્વારા પૈસા મોકલી શકશે. અમે તે વાતને લઇને ઉત્સાહિત છીએ કે કંપની ભારતના ડિજિટલ પેમેન્ટ શિફ્ટમાં યોગદાન આપી શકશે.

ભારતમાં Whatsapp Payment દસ ક્ષેત્રીય ભાષાઓમાં ઉપલબ્ધ થશે. જો તમારા Whatsappમાં પહેલા જ પેમેન્ટ ઓપ્શન છે તો તમે તેને યુઝ કરી શકો છો. ન હોય તો Whatsapp અપડેટ કરીને પેમેન્ટ ઓપ્શન ચેક કરી શકો છો.

આ રીતે યુઝ કરો Whatsapp પેમેન્ટ

Whatsapp પેમેન્ટ યુઝ કરવા માટે કસ્ટમર્સ પાસે ડેબિટ કાર્ડ હોવુ જરૂરી છે જે UPIને સપોર્ટ કરે છે. Whatsapp પેમેન્ટ ઓપ્શનમાં જઇને તમે બેન્ક સિલેક્ટ કરીને ડિટેલ્સ રજીસ્ટર કરીને તેને એક્ટિવેટ કરી શકો છો.

whatsapp

Whatsappએ પોતાના સ્ટેટમેન્ટમાં જણઆવ્યું છે કે, આજથી દેશભરમાં Whatsapp યુઝર્સ આ એપથી પેમેન્ટ કરી શકશે. Whatsappના સિક્યોર પેમેન્ટ એક્સપિરિયન્સ પૈસા મોકલવા જેટલુ જ સરળ બનાવી દેશે.

Whatsappએ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા સાથે મળીને યુનિફાઇડ પેમેન્ટ સિસ્ટમ એટલે કે UPI બેસ્ડ પેમેન્ટ ઇંટરફેસ તૈયાર કર્યો છે અને તેમાં ડેટા લોકલાઇઝેશનનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

Whatsappએ પાંચ મોટી બેન્કો સાથે કરાર કર્યો

Whatsappએ પેમેન્ટ સર્વિસ માટે પાંચ મોટી બેન્કો સાથે કરાર કર્યો છે. તેમાં ICICI Bank, HDFC Bank, Axis Bank, SBI અને JIo Payments Bank સામેલ છે.

whatsapp

જણાવી દઇએ કે Whatsapp દ્વારા Whatsappમાં પૈસા મોકલવાની સાથે સાથે કોઇપણ UPI સપોર્ટેડ એપમાં પણ મોકલી શકાય છે. એટલે કે જો કોઇ વ્યક્તિ Whatsapp પેમેન્ટ યુઝ ન કરતુ હોય તો પણ તમે Whatsapp દ્વારા પેમેન્ટ કરી શકશો.

Whatsapp અનુસાર અહીં પેમેન્ટ કરવુ સિક્યોર હશે અને દરેક ટ્રાન્જેક્શન માટે UPI પિનની જરૂર પડશે. સ્ટેટમેન્ટમાં કંપનીએ કહ્યું કે Whatsapp પેમેન્ટ એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને પ્લેટફોર્મ પર ઉલબ્ધ થશે. તેના માટે યુઝર્સ એપ અપડેટ કરી શકો છો.

Read Also

Related posts

LICનો જબરદસ્ત પ્લાન! બસ 4 વર્ષ સુધી ભરો પ્રીમિયમ, 1 કરોડ રૂપિયાનો થશે ફાયદો

Bansari

Online fraud/ જો તમારી સાથે પણ થયો છે ઓનલાઇન ફ્રોડ, તો આ રીતે મેળવી શકો છો પૈસા પાછા

Damini Patel

Vidoe: નોરા ફતેહીને ટક્કર આપી રહી છે ઉર્ફી જાવેદ, HOT ડાન્સ મૂવ્સ જોઇને ભલભલાને વળી જશે પરસેવો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!