GSTV
Home » News » ભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે ચિંતા નહી, તમને શર્મસાર થતાં બચાવશે Whatsappનું આ ખાસ ફિચર

ભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે ચિંતા નહી, તમને શર્મસાર થતાં બચાવશે Whatsappનું આ ખાસ ફિચર

ઇનસ્ટન્ટ મેસેજિંગ એપ Whatsapp યુઝ કરતાં હોય તો ઘણીવાર એવું બન્યું હશે કે કોઇ ફોટો ભૂલથી કોઇ બીજાને સેન્ડ થઇ જાય છે. જો કે હવે તમારી પાસે મોકલેલા મેસેજને ડીલીટ કરવાનો ઓપ્શન છે પરંતુ તેમ છતાં જો સામેના વ્યક્તિએ તમારો મેસેજ જોઇ લીધો હોય તો તમારે શરમમાં મુકાવું પડે છે. તેના જ માટે Whatsapp એક ફિચર લઇને આવ્યું છે.

whatsapp profile

Whatsappનું આ ફિચર v2.19.173 વર્ઝનના બીટા વર્ઝનમાં આપવામાં આવ્યું છે અને તે લાઇવ કરી દેવામાં આવ્યું છે. આ નવા ફિચર અંતર્ગત હવે તમે જ્યારે પણ કોઇ કોન્ટેક્ટને ફોટો સેન્ડ કરશો તો પહેલા તમને યુઝરનું નામ જોવા મળશે.  અત્યાર સુધી તમે કોઇ ફોટો સેન્ડ કરો તો નામ જોવા મળતું નથી. પરંતુ  બીટ અપડેટ બાદ તમને આ બદલાવ જોવા મળશે. ફોટો સેન્ડ કરતી વખતે નીચેની તરફ જેને સેન્ડ કરી રહ્યાં છો તેનું નામ જોવા  મળશે.

જો કે એન્ડ્રોઇડમાં હજુ પણ Whatsappમાં કોઇને ફોટો સેન્ડ કરતી વખતે તે યુઝરની પ્રોફાઇલ ઉપરની બાજુ જોવા મળે છે પરંતુ આ ફીચર iOSમાં નથી. જો કોઇએ પ્રોફાઇલ ફોટો ન મુક્યો હોય તો મુશ્કેલી થઇ શકે છે.

whatsapp sticker notification

રિપોર્ટ અનુસાર આ નવું ફિચર ટૂંક સમયમાં સ્ટેબલ બિલ્ડના અપડેટમાં આપવામાં આવશે. Whatsappના આ ફિચરથી યુઝર્સને કન્ફ્યુઝનથી બચવામાં મદદ મળશે. બીટા ટેસ્ટરને આ ફિચર હાલ મળી ગયું હશે. Whatsappએ તાજેતરમાં જ જણાવ્યું હતું કે આગામી કેટલાંક મહિનીઓ બાદ કંપની બલ્ક મેસેજ અને સ્પામ મોકલનારા યુઝર્સ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરશે.

Read Also

Related posts

દિકરીને અશ્લીલ ડાન્સ કરાવી દારૂ પી રેપ કરતો નરાધમ બાપ

Mayur

દરિયા કિનારે દેખાયો ટીવી અભિનેત્રી આશકા ગોરાડિયાનો બહુજ બોલ્ડ અંદાજ

Mansi Patel

Video: સેક્રેડ ગેમ્સ 2માં ત્રિવેદી પણ નહીં બચે, વીડિયોમાં થયો મોટો ખુલાસો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!