જો તમે પણ Whatsapp પર કરતાં હોય આ કામ તો ચેતી જજો, નહી તો…

જો તમે પણ વૉટ્સએપ યુઝર હોવ તો આ ખબર તમને નિરાશ કરી શકે છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ અને ભારત સરકાર વચ્ચે ગત વર્ષથી તણાવ ચાલી રહ્યો છે પરંતુ સરકાર અને ફેસબુકની માલિકી ધરાવતાં વૉટ્સએપની લડાઇનો ટૂંક સમયમાં અંત આવશે અને તેના માટે સરકારે વૉટ્સએપ સામે કેટલીક શરતો મુકી છે. જો કંપનીએ સરકાની આ શરતોનો સ્વીકાર ન કર્યો તો વૉટ્સએપ બંધ થઇ શકે છે.

વોટ્સએપ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કંપનીએ એક મશીન લર્નિંગ સિસ્ટમ બનાવી છે. આ દ્વારા, તે એકાઉન્ટ્સને ઓળખવામાં આવે છે, જે એકસાથે બલ્ક મેસેજનો ઉપયોગ કરે છે. વોટ્સએપનું કહેવું છે કે આમ કરવાથી તેનો પ્રયાસ છે જે ખોટી માહિતીને શેર કરવાથી અટકાવી શકાય.

કંપની કહે છે કે વોટ્સએપ દ્વારા ફેક ન્યૂઝ ફેલાય છે. વોટ્સએપે આ વિશે પક્ષોને પણ ચેતવણી આપી છે. ભારતમાં આશરે 20 કરોડ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે.

ગત વર્ષે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોએ ડઝન જેટલા ગ્રૃપ બનાવીને વોટ્સએપનો ખૂબ ઉપયોગ કર્યો હતો. બીજેપી અને કોંગ્રેસના મીડિયા પ્રભારીનું કહેવું છે કે લોકો વોટ્સએપ દ્વારા ફેક ન્યૂઝ ફેલાવતા નથી, ગત વર્ષે વોટ્સએપની ભારતમાં ખૂબ ટીકા કરવામાં આવી હતી. વોટ્સએપ પર ફેક ન્યૂઝને લઇને ભારતમાં કેટલીક જગ્યા પર મોબ લિચિંગની ઘટનાઓ સામે આવી હતી.

એક નિવેદનમાં જણાવાયું છે કે, “અન્ય મેસેજિંગ પ્લેટફોર્મ્સની જેમ, લોકો વોટ્સએપનો પણ દુરુપયોગ કરે છે. કેટલાક લોકો લિંક્સ મોકલે છે જે અન્ય લોકો પાસેથી વ્યક્તિગત માહિતી એકત્રિત કરવા માટે બનાવવામાં આવેલ છે. ઓટોમેટિક અને બલ્ક મેસેજ મોકલવો અમારા નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરે છે. અમારી પ્રાથમિકતા એ છે કે આવી વસ્તુઓને રોકવી જોઇએ’

વૉટ્સએપે દાવો કર્યો છે કે તેણે મશીન લર્નિંગ સિસ્ટમ દ્વારા દર મહિને 20 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પહેલા વોટ્સએપ દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટી આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દુરુપયોગ કરી રહી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter