GSTV
Gujarat Government Advertisement

Alert/ 15 મે પછી નહિ ચલાવી શકશો WhatsApp, ફટાફટ જાણો આ અંગે તમામ વિગતો અને કરો આ કામ

Whatsapp

Last Updated on May 5, 2021 by Damini Patel

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppનો ઉપયોગ કરો છો તો તમે 15 મે પહેલા નવી પ્રાઇવેસી પોલિસી સ્વીકાર કરી લેવો નહિ તો WhatsApp ચલાવવામાં મુશ્કેલી આવશે . થઇ શકે છે કે તમારું એકાઉન્ટ બંધ થઇ જાય. જણાવી દઈએ કે જાન્યુઆરી 2021માં કંપનીએ નવી પ્રાઇવેટ પોલિસીમાં ફેરફાર કર્યો હતો. આ પોલિસી હેઠળ યુઝર્સ માટે ઘણા સંશોધિત નિયમો તેમજ શરતો રોલ આઉટ કરવામાં આવી હતી.

કંપનીએ કહ્યું હતું કે આ વપરાશકારોએ આ પોલિસીને મંજૂરી આપવી પડશે. કંપનીએ વપરાશકર્તાઓની સામે આ પોલિસીને રિજેક્ટ કરવાનો કોઈ વિકલ્પ મૂક્યો નથી. વોટ્સએપની નવી પ્રાઇવેસી પોલિસી પહેલા 8 ફેબ્રુઆરીથી અમલમાં આવવાની હતી, પરંતુ આ મહિને 15 મે, 2021ના ​​રોજ અમલી બનશે. વિવાદ પછી WhatsAppએ આ પોલિસીને ત્રણ મહિના માટે સ્થગિત કરી દીધી હતી. WhatsApp તેના વપરાશકર્તાઓને ગુપ્તતા નીતિ અંગે સતત સૂચનાઓ આપી રહ્યું છે એટલે કે તમારે 15 મે 2021 પહેલાં વોટ્સએપની પ્રાઇવેસી પોલિસી સ્વીકારવી પડશે. જો તમે તેને સ્વીકારતા નથી તો પછી શું થશે તે જાણો?

whatsapp

બંધ થઇ જશે WhatsApp

જણાવી દઈએ કે 15 મેના રોજ WhatsAppની નવી પોલિસી લાગુ કરવામાં આવી રહી છે અને આ વખતે કંપની તેને આગળ વધારવાના મૂડમાં નથી. કંપનીએ સ્પષ્ટ કહ્યું છે કે જો કોઈ પણ વપરાશકર્તાઓ 15 મે સુધી WhatsApની નવી પોલિસી સ્વીકારે નહીં, તો તે પછી તેઓ કોઈ મેસેજ મોકલવા અથવા પ્રાપ્ત કરી શકશે નહીં. સરળ શબ્દોમાં કહીએ તો, તેઓ પોલિસી સ્વીકારે નહીં તો એમનું WhatsApp બંધ થઇ જશે.

વ્હોટ્સએપ

120 દિવસ પછી એકાઉન્ટ થઇ જશે ડિલીટ

WhatsAppએ સ્પષ્ટ કહ્યું છે કે જો કોઈ યુઝર પોલિસી સ્વીકારે નહીં તો કોઈ મેસેજ મોકલવા અથવા પ્રાપ્ત કરવામાં સમર્થ નહીં હોય. 15 મે પહેલાં, તમે Android અને આઇફોનથી તમારો ચેટ ઇતિહાસ ડાઉનલોડ કરી શકો છો. 120 દિવસ પછી ઇન્ટરેક્ટિવ એકાઉન્ટ્સનો ચેટ ઇતિહાસ જેમાં મેસેજ કોલ્સ, વિડિઓઝ, ફોટા, વગેરે ડીલીટ કરી દેવામાં આવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave

GTUના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત, નાપાસ થતા ડિપ્રેશનમાં સપડાયો હતો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!