GSTV
Gujarat Government Advertisement

WhatsAppની નવી પોલિસી એક્સેપ્ટ કરવાનો આજે અંતિમ દિવસ, ફટાફટ જાણો આ અંગે તમામ વિગતો અને કરો આ કામ

Whatsapp

Last Updated on May 15, 2021 by Bansari

વોટ્સએપ (WhatsApp)ની નવી પ્રાઇવસી પોલિસીને એક્સેપ્ટ કરવાની આજે અંતિમ તારીખ છે. એવામાં જો તમે અત્યાર સુધી નવી પોલિસી એક્સેપ્ટ નથી કરી, તો તમારા માટે જરૂરી સમાચાર છે. પોલિસીને એક્સેપ્ટ ના કરવા પર તમારા અનેક ફિચર્સના ઉપયોગ પર પ્રતિબંધ લાગી જશે.

whatsapp

પ્રાઇવસી પોલિસીને સ્વીકાર ના કરવાની સ્થિતિમાં કંપનીએ જણાવ્યું કે કંપની એ યુઝર્સ અકાઉન્ટને પ્લેટફોર્મ પરથી નહીં હટાવે, પરંતુ યુઝર પ્લેટફોર્મના બધા ફિચરનો ઉપયોગ નહીં કરી શકે. એટલે કે જે યુઝર્સ નવી પોલિસીને એક્સેપ્ટ નહીં કરે, તો કંપની તેમને Limited Functionality Modeમાં નાંખી દેશે.

બંધ થઇ જશે WhatsApp

જણાવી દઈએ કે 15 મેના રોજ WhatsAppની નવી પોલિસી લાગુ કરવામાં આવી રહી છે અને આ વખતે કંપની તેને આગળ વધારવાના મૂડમાં નથી. કંપનીએ સ્પષ્ટ કહ્યું છે કે જો કોઈ પણ વપરાશકર્તાઓ 15 મે સુધી WhatsApની નવી પોલિસી સ્વીકારે નહીં, તો તે પછી તેઓ કોઈ મેસેજ મોકલવા અથવા પ્રાપ્ત કરી શકશે નહીં. સરળ શબ્દોમાં કહીએ તો, તેઓ પોલિસી સ્વીકારે નહીં તો એમનું WhatsApp બંધ થઇ જશે.

120 દિવસ પછી એકાઉન્ટ થઇ જશે ડિલીટ

WhatsAppએ સ્પષ્ટ કહ્યું છે કે જો કોઈ યુઝર પોલિસી સ્વીકારે નહીં તો કોઈ મેસેજ મોકલવા અથવા પ્રાપ્ત કરવામાં સમર્થ નહીં હોય. 15 મે પહેલાં, તમે Android અને આઇફોનથી તમારો ચેટ ઇતિહાસ ડાઉનલોડ કરી શકો છો. 120 દિવસ પછી ઇન્ટરેક્ટિવ એકાઉન્ટ્સનો ચેટ ઇતિહાસ જેમાં મેસેજ કોલ્સ, વિડિઓઝ, ફોટા, વગેરે ડીલીટ કરી દેવામાં આવશે.

whatsapp

જણાવી દઈએ કે જાન્યુઆરી 2021માં કંપનીએ નવી પ્રાઇવેટ પોલિસીમાં ફેરફાર કર્યો હતો. આ પોલિસી હેઠળ યુઝર્સ માટે ઘણા સંશોધિત નિયમો તેમજ શરતો રોલ આઉટ કરવામાં આવી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!