GSTV

WhatsApp ની નવી પોલિસી આ તારીખ સુધીમાં નહીં સ્વીકારો તો ના તો મેસેજ કરી શકશો અને ના તો વાંચી શકશો

Last Updated on February 22, 2021 by Pravin Makwana

WhatsApp એ એ સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ પોતાની નવી પોલિસીને વિવાદ બાદ પણ લાગુ કરશે. રિપોર્ટ અનુસાર, WhatsApp ની નવી પોલિસીને એક્સેપ્ટ નહીં કરવા પર WhatsApp ના ફંક્શન ઓછાં કરી દેવામાં આવશે. ફંક્શન ઓછા કરવાનો અર્થ એ થયો કે, તમે વોટ્સએપને જે કામ માટે ઉપયોગ કરો છો તે જ નહીં કરી શકો. તમે WhatsApp ની નવી પોલિસીને એક્સેપ્ટ નહીં કરો તો તમે વોટ્સએપ પરથી અન્ય કોઇને પણ મેસેજ સેન્ડ નહીં કરી શકો.

WhatsApp દ્વારા જારી કરવામાં આવેલી નવી પોલિસીને સ્વીકારવા માટે 15 મે સુધીનો ટાઇમ આપવામાં આવ્યો છે. આ પોલિસીને લઇને ખૂબ જ વિવાદ સર્જાયા બાદ પણ તેને લાગુ કરવામાં આવી રહી છે. કંપનીએ એક વાર ફરીથી આ પોલિસીને વિશે લોકોને સમજાવવાનું શરૂ કર્યું છે. કંપનીએ જણાવ્યું કે, ‘યુઝર્સ માટે આ પોલિસીને વાંચવી બિલકુલ સરળ બનાવવામાં આવશે.’

પોલિસીને એક્સેપ્ટ નહીં કરવા પર યુઝર્સ Whatsapp ના મહત્વના ફંક્શનને યુઝ નહીં કરી શકે

વોટ્સએપ આ માટે યુઝર્સને એક બેનર મોકલી રહ્યાં છે પરંતુ એ હજી સુધી સ્પષ્ટ નથી થયું કે, જે યુઝર્સ આ પોલિસીને એક્સેપ્ટ એટલે કે સ્વીકારશે નહીં તો તેના એકાઉન્ટ સાથે શું કરવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર, Whatsapp એ ઇમેઇલના આધારે જણાવ્યું કે, તેઓ યુઝર્સને ધીરે-ધીરે પોલિસીને સ્વીકારવાનું કહેશે. પોલિસી નહીં સ્વીકારવા પર કંપનીએ કેટલીક જાણકારીઓ શેર કરી છે.’

કંપનીના FAQ પેજ અનુસાર, જે યુઝર્સ 15 મે સુધીમાં Whatsapp ની નવી પોલિસીને નહીં સ્વીકારે તો તેના Whatsapp ફંક્શનની લિમિટ કરી દેવાશે. યુઝર્સ Whatsapp ના તમામ ફંક્શનને યુઝ નહીં કરી શકે. App ના તમામ ફંક્શન યુઝ કરવા માટે નવી પોલિસીનો સ્વીકાર કરવાનો રહેશે.

Whatsapp

યુઝર્સની મેસેજ હિસ્ટ્રી પણ સંપૂર્ણ રીતે ખતમ થઇ જશે

કંપનીની જણાવ્યાં અનુસાર, યુઝર્સ કૉલ અને નોટિફિકેશનને એક્સેસ નહીં કરી શકે પરંતુ મેસેજ સેન્ડ અથવા તો વાંચી પણ નહીં શકે. કંપનીના જણાવ્યાં અનુસાર, એક વાર એકાઉન્ટ ડિલીટ થઇ ગયા બાદ યુઝર્સ આને રિવર્સ નહીં કરી શકે. યુઝર્સની મેસેજ હિસ્ટ્રી પણ સંપૂર્ણ રીતે ખતમ થઇ જશે. પોલિસીને નહીં સ્વીકારવાવાળા યુઝર્સ જે ગ્રુપના મેમ્બર છે તે તમામમાંથી ઓટોમેટિક લેફ્ટ થઇ જશે.

WhatsApp યુઝર્સના તમામ બેકઅપ પણ ડિલીટ થઇ જશે. જો કે, કંપની યુઝર્સને 15 મે પહેલાં પોતાના એકાઉન્ટનું બેકઅપ લેવાનો વિકલ્પ આપી રહી છે. 15 મે પહેલાં યુઝર્સ ચેટ હિસ્ટ્રીને એન્ડ્રોઇડ અથવા તો IOS ફોન પર એક્સપોર્ટ કરીને પોતાના એકાઉન્ટનો રિપોર્ટ ડાઉનલોડ કરી શકે છે.

WhatsApp એ જણાવ્યું કે, ‘યુઝર્સ 15 મે બાદ પણ પોલિસીને એક્સેપ્ટ કરી શકે છે. ઇનએક્ટિવ યુઝર્સના કોન્ટેક્ટ લોકલ ડિવાઇસ પર ત્યાં સુધી સ્ટોર રહે છે કે જ્યાં સુધી WhatsApp ને ડિવાઇસમાંથી ડિલીટ નહીં કરવામાં આવે. WhatsApp ને ફરીથી રજિસ્ટર કરવા પર લોકલ ડિવાઇસ પર સેવ કોન્ટેક્ટ ફરીથી WhatsApp માં આવી જશે. કુલ મિલાવીને વાત આખરે હવે એ છે કે WhatsApp યુઝ કરવા માટે તમારે વોટ્સએપની પોલિસીને ફરજિયાત એક્સેપ્ટ કરવી પડશે.

READ ALSO :

Related posts

મોટા સમાચાર / દિલ્હીના લોકો માટે આવ્યા રાહતના સમાચાર, સરકારે RT-PCR ટેસ્ટમા આપી આ છૂટછાટ

GSTV Web Desk

ચેતી જજો/ ગુજરાતમાં કોરોનાની લહેર નહીં પણ સુનામી આવી, જાન્યુઆરીના 20 દિવસમાં કોરોનાથી 81નાં મોત

Pravin Makwana

કામની વાત/ ચેક કરી લેજો, ક્યાંક આપના પાન કાર્ડનો ખોટો ઉપયોગ નથી થતો ને, ચેક કરી લો આપની પાન હિસ્ટ્રી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!