GSTV
Home » News » Whatsapp પર લિંક શેર કરતાં હોય તો પહેલાં આ વાંચી લો , થવા જઇ રહ્યો છે મોટો બદલાવ

Whatsapp પર લિંક શેર કરતાં હોય તો પહેલાં આ વાંચી લો , થવા જઇ રહ્યો છે મોટો બદલાવ

વૉટ્સએપની વધતી પોપ્યુલારીટીના પગલે તેમાં અવારનવાર નવા નવા ફિચર્સ એડ કરવામાં આવે છે અને હવે તેમાં વધુ એક અપડેટ વિશે જાણકારી મળી રહી છે. વૉટ્સએપમાં મલ્ટી શેર ફિચરને અપગ્રેડ કરવામાં આવ્યું છે. એક અહેવાલ અનુસાર જો કોઇ યુઝર થર્જ પાર્ટી એપ્સથી કોઇ લિંકને બે કે તેથી વધુ લોકોને શેર કરે તો તેને મોકલતા પહેલાં વૉટ્સેપ તેનું પ્રિવ્યુ દર્શાવશે.

આ ફિચર આવશે તો યુઝર કોઇપણ વ્યક્તિને ભૂલથી કંઇ પણ મોકલતા પહેલાં તે સુનિશ્વિત કરી શકશે કે તે મેસેજ સેન્ડ કરવા માગે છે કે નહી. હાસ આ ફિચર વૉટ્સએપના એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.18.366 પર ઉપલબ્ધ છે અને કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં તેને તમામ યુઝર્સ માટે જારી કરવામાં આવશે.

આ સાથે જ WaBetaInfoએ ટ્વીટ કરીને જણાવ્યું થે કે વૉટ્સએપ પર નવું GIF સર્ચ ઇન્ટરફેસ અને તાજેતરમાં જ લૉન્ચ કરવામાં આવેલા સ્ટીકર્સને સર્ચ કરવા માટે ફિચરને પણ જોડવામાં આવશે. હાલ એરમાં ઇમોજી અને જીઆઇએફ સર્ચ કરવાનું ઓપ્શન છે.

આ ઉપરાંત ફેસબુકની માલિકીવાળી કંપની વ્હોટ્સએપે પુષ્ટિ કરી છે કે તેઓ ટૂંક સમયમાં વ્હોટ્સએપ પર જાહેરાત બતાવવાના છે. વ્હોટ્સએપ પર આવતી જાહેરાત કંઈક એવી હશે જેવી કે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી અને ફેસબુક મેસેન્જરમાં આવે છે એટલેકે ટૂંક સમયમાં તમને વ્હોટ્સએપના સ્ટેટસમાં વીડિયો જાહેરાત દેખાવવાની છે. જેની જાણકારી વ્હોટ્સએપને ટ્રેક કરનારી WABetaInfoએ ટ્વિટ કરીને આપી છે.

Read Also

Related posts

જસદણમાં જિલ્લા શિક્ષણાધિકારીની મોટી કાર્યવાહી, 400 વિદ્યાર્થી ધરાવતી ડમી સ્કૂલ ઝડપી

Nilesh Jethva

સંસદના ચોમાસુ સત્રમાં સરકારને ઘેરવા સોનિયા ગાંધીએ સાંજે વિપક્ષના તમામ નેતાઓની બેઠક બોલાવી

Nilesh Jethva

અમદાવાદમાં ફરી દબાણ હટાવો ઝૂંબેશ શરૂ, અનેક એકમો કરાયા સીલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!