GSTV
Home » News » રક્ષાબંધન પર WhatApp યુઝરને મળ્યા ખુશીના સમાચાર, નવા ફીચરથી વધુ સેફ રહેશે ચેટ

રક્ષાબંધન પર WhatApp યુઝરને મળ્યા ખુશીના સમાચાર, નવા ફીચરથી વધુ સેફ રહેશે ચેટ

વોટ્સએપમાં સિક્યોરિટીને લઈ રોજ નવા નવા ફીચર આવતાં જ રહે છે. જેથી યુઝરનો ડેટા વધારેને વધારે સેફ રહી શકે. એટલા માટે વોટ્સએપ હવે નવું Finger Print Lock ફીચર લઈને આવ્યું છે. આ સિક્યોરિટી ફીચર બીટા યુઝર્સના અપડેટેડ વર્ઝન નંબર2.19.3 પર આપવામાં આવે છે.

આ ફીચર ઘણું ખરું આઈઓએસ માટે શરૂ કરવામાં આવેલા ઓથેન્ટિકેશન ફીચર જેવું જ છે. આ ફીચર આવ્યા બાદ આઈફોન યુઝર્સ પોતાના વોટ્સએપ ટચ આઈડી અને ફેસ આઈડીને સિક્યોર કરી શકશે. તાજેતરમાં જ વોટ્સએપ અપડેટ અને જાણકારી આપનારા વેબસાઈટ WABetaInfoએ કનફર્મ કર્યું છે કે વોટ્સએપ યુઝર હવે તમારા એકાઉન્ટને ફિંગરપ્રિન્ટ સિક્યોરિટીની મદદથી મજબૂત કરી શકશો.

જોકે એ જરૂરી છે કે ફોન ફિંગરપ્રિન્ટ સ્કેનરની સાથે આવે. વોટ્સએપનું 2.19.3 વર્ઝન અપડેટ કર્યા બાદ યુઝર્સને એપની પ્રાઈવેસી સેક્શનમાં ઓથેંટિકેશનનું નવું એક ઓપ્શન મળશે. આ ઓપ્શન પર ક્લીક કર્યા બાદ બીટા યુઝર્સની સામે એક સ્ક્રીન આવશે જયાં તમારા ફોનમાં રજિસ્ટર્ડ ફિંગરપ્રિન્ટને વેરિફાઈ કરવામાં આવશે. વેરિફિકેશન પછી યુઝર પછી વોટ્સએપ ખોલશે તો તેને ફિંગરપ્રિન્ટ સ્કેન કરવાની જરૂર પડશે.

વોટ્સએપે આ ફિચરને એન્ડ્રોયડ બીટા યુઝર્સ પહેલાં આઈઓએમ માટે શરૂ કરી દીધું. ત્રણ મહિના પહેલા શરૂ કરેલા આ ફીચર પછી આઈઓએસ યુઝર વોટ્સએપ સિક્યોરિટીના માટે ટચ આઈડી અને ફેસ આઈડી ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરી શકે છે.

Read Also

Related posts

ટ્વિટર પર ટૉપમાં દેખાવા લાગ્યાં પૉર્ન બૉટ્સ, લોકોને લલચાવી ચોરે છે તેમની માહિતી

NIsha Patel

Jio GigaFiber: Free LED TV જરૂર મળશે, પણ ચુકવવી પડશે આટલી કિંમત

Bansari

Google Photos નો ઉપયોગ કરો છો, તો તમારા માટે છે મોટી ખુશખબર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!