GSTV

WhatsApp પર આવ્યુ છે નવુ ફિચર: હવે નવો મેસેજ આવવા પર પણ નહીં દેખાય archived chats, જાણો કેવી રીતે કરશે કામ

WhatsApp

Last Updated on July 28, 2021 by Pravin Makwana

વોટ્સએપનો ઉપયોગ આજના સમયમાં કોણ નથી કરતું. આપણામાંથી લગભગ મોટા ભાગના લોકો હાલ તેનો ઉપયોગ કરી રહ્યા છે. આ હવે ફ્ક્ત વાતચીત માટે જ મર્યાદિત નથી રહ્યું. પણ આજના સમયમાં ઘરના જરૂરી કીમોથી લઈને ઓફિસના કામકાજ સહિત કેટલાય જરૂરી કામો આ એપ દ્વારા કરી રહ્યા છે.ત્યારે આવા સમયે વોટ્સએપ આવતા દરેક અપડેટ આપણા માટે ખૂબ જ જરૂરી થઈ ગયા છે. આપને જણાવી દઈએ કે, વોટ્સઅપે પોતાના એપમાં નવુ ફિચર એડ કર્યુ છે.

Whatsapp

આની મદદથી આપ અજાણ્યા લોકોથી દૂર રહેશો

આ ફીચર એ લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જે કોઈ પણ વ્યક્તિના પર્સનલ ચેટને છુપાવીને રાખવા માગે છે. હકીકતમાં વોટ્સએપે આર્કાઈવ્ડ ચેટ ફીચરને રોલાઉટ કર્યુ છે.

જાણો કેવી રીતે કામ કરશે આ ફીચર

વોટ્સઅપે મંગળવારે પોતાના આર્કાઈવ્ડ ચેટ સેટીંગ્સ ફીચરમાં ફેરફાર કર્યા છે, એટલે કે હવે આપ તેને અનેબલ કરીને નવા મેસેજને હાઈડ કરી શકો છો. નવું ફીચર આવ્યા બાદ આર્કાઈવ઼્ડ ચેટમાં કોઈ નવો મેસેજ આવે છે, તો પણ ચેટ્સ આર્કાઈવ જ રહેશે.

whatsapp

જણાવી દઈએ કે, પહેલા જેવું જ આર્કાઈવ્ડ ચેટમાં કોઈ નવો મેસેજ આવતો હતો, તો તે અનઆર્કાઈવ્ડ થઈ જતો હતો. જો કે, વોટ્સએપ હવે મોકો આપી રહ્યું છે કે, આ ચેટમાં કોઈ નવો મેસેજ આવે તો તે પણ આપને નહીં દેખાય.

કંપનીએ આ ફીચર એન્ડ્રોઈડ અને IOS બંને યુઝર્સ માટે ખાસ ફીચર રોલ આઉટ કર્યુ છે. કંપનીન જણાવ્યા અનુસાર કેટલાય યુઝર્સની ડિમાન્ડ રહી હતી કે, નવો મેસેજ આવતા આર્કાઈવ્ચ ચેટ મેન ચેટ લિસ્ટમાં આવી જાય છે. જ્યારે તેને આર્કાઈવ ફોલ્ડરમાં જ હોવુ જોઈએ. આવા સમયે હવે તેમને રાહત મળી જશે.

whatsapp

જાણો કેવી રીતે કરશો Archive ચૈટ

સૌથી પહેલા આપ ચૈટ ટેબ પર જવાનું રહેશે. તે ચૈટને ટૈપ કરી રાખીને આપ છુપાવવા માગો છો અથવા આર્કાઈવ કરવા માગો છો, ત્યાર બાદ ત્યાં હોલ્ડ કરવા પર આપને આર્કાઈવ આઈકોન મળશે. જો આપ આઈફોન યુઝર્સ છો, તો આપ ચૈટને જમણી બાજૂ સ્લાઈડ કરીને ત્યાં આર્કાઈવ ઓપ્શન શોધી શકો છો.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!