GSTV
Home » News » કોઇ પણ અગત્યનાં કામ હવે તમે નહી ભૂલો, Whatsapp આ રીતે અપાવશે યાદ

કોઇ પણ અગત્યનાં કામ હવે તમે નહી ભૂલો, Whatsapp આ રીતે અપાવશે યાદ

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપમાં એક નવું ફિચર આવી ગયું છે. આ ફિચર થોડુ અલગ છે અને તેના માટે વૉટ્સએપે એક થર્ડ પાર્ટી એપ સાથે પાર્ટનરશિપ કરી છે. હકીકતમાં આ રિમાઇન્ડરનું ફીચર છે.

વૉટ્સએપે Any.do સાથે પાર્ટનરશિપ કરી છે. Any.do એક રિમાઇન્ડર એપ છે અને તેણે પોતાના બ્લૉગપોસ્ટમાં લખ્યું છે કે Any.do’s વૉટ્સએપ રિમાઇન્ડર ઇંટિગ્રેશનની શરૂઆત થઇ રહી છે. તેના અંતર્ગત વૉટ્સએપ એપમાં રહેતાં જ તમે રિમાઇન્ડર ક્રિએટ કરી શકો છો.

આ ફીચરની ખાસિયત એ હશે કે કનવર્સેશન દરમિયાન કોઇ મીટિંગ ફિક્સ કરવી હોય કે પછી ક્યાંય જવાનો પ્લાન બનાવવાનો હોય તો તમારે Any.doનો બૉટ રિમાઇન્ડર સેટ કરવાનું સજેશન આપશે.

જણાવી દઇએ કે આ ફીચર ફક્ત તે યુઝર્સ જ યુઝ કરી શકશે જે Any.doના પ્રિમિયમ મેંબર હશે. આ ફીચરને તમે બે રીતે યુઝ કરી શકો છો. https://whatsapp.any.do/  પર વીઝીટ કરીને અથવા તો Any.do એપમાં જઇને તેને તમે યુઝ કરી શકો છો.

આ ફીચરને વૉટ્સએપની સેટિંગ્સમાં જઇને ઇંટિગ્રેશન-વૉટ્સેપ પર ટેપ કરી શકો છો. અહીં ફોન નંબર એડ કરીને સેન્ડ ક્લિક કરવાનું છે. ટેક્સ્ટ મેસેજ તરીકે તમને આ છ ડિજિટનો કોડ આવશે તેને લખીને કન્ફર્મ કરો. રિમાઇન્ડર ઑન કરીને અહીંથી તમે ટાસ્ક સ્ટાર્ટ કરવા માટે રિમાઇન્ડર સેટ કરી શકો છો.

Read Also

Related posts

મોદી સરકારની આ યોજનાથી ખેડૂતોની આવકમાં થઈ રહ્યો છે વધારો, બમણી થઈ જશે ઈનકમ

Mansi Patel

આ છે એ શેફ જેના હાથનું સ્વાદિષ્ટ ભોજન ગ્રહણ કરશે ટ્રમ્પ અને મેલેનિયા, જાણો મેનૂમાં શું છે ખાસ

Bansari

પીળા રંગનાં ડ્રેસમાં મલાઈકાનો અત્યંત બોલ્ડ અંદાજ, અભિનેત્રી લાગી રહી છે અત્યંત ખૂબસુરત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!