WhatsApp પર આવ્યું નવુ ફીચર, હવે વૉઇસ મેસેજની સાથે જોડાશે આ સુવિધા

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ તાજેતરમાં એક નવા ફીચર પર કામ કરી રહી છે. આ ફીચર ટૂંક સમયમાં એન્ડ્રૉઈડ યૂઝર્સ માટે જાહેર થઈ શકે છે. વ્હોટ્સએપ કન્સેક્યુટિવ વૉઇસ મેસેજની ટેસ્ટિંગ કરી રહ્યું છે, જે હેઠળ યૂઝર્સ દ્વારા સતત મોકલેલા વૉઇસ મેસેજ ઑટોમેટિક પ્લે થઈ જશે. વ્હોટ્સએપના ફીચર પર દેખરેખ રાખનારી વેબસાઇટ WABetaInfoના રિપોર્ટ મુજબ, વ્હોટ્સએપ આ ફીચરની ટેસ્ટિંગ બીટા વર્ઝન 2.18.362 પર કરી રહ્યું છે.

જેમકે નામથી સ્પષ્ટ થાય છે આ ફીચર એન્ડ્રૉઇડ યૂઝર્સને સતત વૉઇસ મેસેજ પ્લે કરવાની સુવિધા આપશે. WABetaInfoની જાણકારી મુજબ, આ ફીચર ત્યારે કામ કરશે જ્યારે બે અથવા તેનાથી વધુ વૉઇસ મેસેજ એક સાથે વ્હોટ્સએપ પર મોકલવામાં આવશે. વ્હોટ્સએપ આ બધા વૉઇસ મેસેજને તેના ક્રમમાં ઑટોમેટિક પ્લે કરશે.

પરંતુ આ ફીચરને કામ કરવા માટે યૂઝરને ઓછામાં ઓછો એક વૉઇસ મેસેજ જાતે પ્લે કરવો પડશે. દરેક વૉઇસ મેસેજ ખત્મ થવાથી વ્હોટ્સએપ એક નાની ટોન પ્લે કરશે, ત્યારબાદ ઑટોમેટિક બીજા વૉઇસ મેસેજ પ્લે થઈ જશે. તો બધા વૉઇસ મેસેજ પ્લે થયા બાદ યૂઝર્સને એક અન્ય ટોન સંભળાશે. જે પહેલા કરતા અલગ હશે.

જોકે, આ ફીચરને એન્ડ્રૉઇડ પ્લેટફોર્મ પર ટેસ્ટિંગ દરમ્યાન સ્પોર્ટ કરવામાં આવી છે, પરંતુ કંપની ટૂંક સમયમાં આ ફીચરને આઈઓએસ પ્લેટફોર્મ પર લાવી શકે છે. આ જ પદ્ધતિથી વ્હોટ્સએપ સ્ટિકર સર્ચનો વિકલ્પ પણ લાવી રહી છે. જેની મદદથી યૂઝર્સ અલગ-અલગ સ્ટિકર પેકને વ્હોટ્સએપ એપ પર સર્ચ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે વ્હોટ્સએપે ઓક્ટોબર મહિનામાં સ્ટિકર ફીચરને જાહેર કર્યુ હતું, જેનો લોકોએ દિવાળીના તહેવાર પર સારી રીતે ઉપયોગ કર્યો હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter