GSTV

ફોન બદલશો તો પણ ચેટ હિસ્ટ્રી નહી થાય ડીલીટ, Whatsapp લાવી રહ્યું છે આ કામનું ફીચર

WhatsApp

WhatsApp Chat History, WhatsApp New Feature: WhatsApp પોતાના યુઝર્સના એક્સપીરિયંસને વધુ સારો બનાવવા માટે સમયે-સમયે પોતાની એપમાં નવા-નવા ફીચર લાવતી રહે છે. WhatsAppએ તાજેતરમાં જ ફેક ન્યૂઝ પર લગામ લગાવવા માટે સર્ચ ફીચર લૉન્ચ કર્યુ છે અને હવે કંપની એક એવા ફીચર પર કામ કરી રહી છે જે આવ્યા બાદ ડિવાઇસ બદલવા પર પણ તમારી WhatsApp ચેટ હિસ્ટ્રી ડીલીટ નહી થાય.

QR

જણાવી દઇએ કે WhatsApp એક સિકિંગ ફીચર પર કામ કરી રહી છે. તેનો અર્થ એ છે કે આ ફીચર આવ્યા બાદ જ્યારે તમે ડિવાઇસ બદલશો તો પણ તમારા પહેલા ફોન વાળી ચેટ હિસ્ટ્રી નવા ફોનમાં જોવા મળશે. હાલ ફોન બદલવા પર હિસ્ટ્રી ગાયબ થઇ જાય છે.

એક રિપોર્ટ અનુસાર, WhatsApp ટૂંક સમયમાં ચેટ સિકિંગ ફીચર જારી કરશે. આ ફીચર મલ્ટી ડિવાઇસ રિપોર્ટ ફીચર સાથે જ રિલીઝ કરવામાં આવશે. આ ઉપરાંત WhatsApp ટૂંક સમયમાં મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફીચર પણ જારી કરવાની છે જે બાદ તમે એક જ WhatsApp એકાઉન્ટ સાથે ચાર ડિવાઇસીસનો ઉપયોગ કરી શકશો.

અન્ય ફીચર્સ પણ આવી રહ્યાં છે…

whatsapp

આ ઉપરાંત WhatsApp અન્ય એક ફીચર માર્ક એઝ રીડને પણ ટેસ્ટિંગ કરી રહ્યુ છે. જેની મદદથી તમે નોટિફિકેશન પેનલથી જ કોઇપણ મેસેજને રેડ માર્ક કરી શકો છો. તેના માટે પણ એપને ખોલવાની જરૂર નથી હોતી. સાથે જ WhatsAppમાં સ્ટિકરનું પણ ફીચર આવશે. આ ફીચર આવ્યા બાદ તમને અનેક પ્રકારના 3ડી સ્ટીકર મળશે.   

Read Also

Related posts

વકીલનો દાવો, સુશાંતનું મોત ગળુ દબાવવાથી થયું હતું, AIIMS કહે છે હજી તપાસ પૂરી થઈ નથી

Mansi Patel

કોરોના વેક્સીન પહેલા અનોખો જીવ મળી આવ્યો, વાયરસને પણ ગળી જવાની છે તાકત

Dilip Patel

કોરોનાના કેસ વધતા રાજ્યના આ ગામમાં લાગુ કરવામાં આવ્યું સ્વયંભૂ લોકડાઉન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!