GSTV
Home » News » WhatsAppના wallpaperને લઈ કંટાળી ગયા છો, તો આવી ગયું છે નવું ફીચર

WhatsAppના wallpaperને લઈ કંટાળી ગયા છો, તો આવી ગયું છે નવું ફીચર

વોટ્સએપ પર ડાર્ક મોડની રાહ ઘણાં સમયથી જોવાય રહી છે. પરંતુ હજુ સુધી તેનું સ્ટેબલ વર્ઝન નથી આવ્યું. ડાર્ક મોડને લઈ ઘણાં રિપોર્ટ સામે આવ્યા છે, જેમાં બીટા વર્ઝન માટે કોઈને કોઈ અપડેટ સ્પોર્ટ કરવામાં આવી છે. હવે WAબીટાઈન્ફો એ નવા રિપોર્ટમાં જણાવ્યું છે કે વોટ્સએપમાં હવે Default Dark Wallpaper પર કામ થઈ રહ્યું છે.

સાથે એ પણ કહ્યું છે કે થઈ શકે છે કે Dark Theme લોન્ચ કર્યા પહેલા તેની સાથે જોડાયેલું છેલ્લું ફીચર હોય અને પછી જલદી Dark Themeને લોન્ચ કરી શકાશે. WAબીટાઈન્ફોને તેનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં dark wallpaperને જોઈ શકાય છે. આ ડાર્ક થીમ અને બ્લૂ કલરની સ્કીમ ઘણું મેચ કરે છે. આપેલી જાણકારી મુજબ WhatsAppની લેટેસ્ટ એપડેટ 2.19.327 માટે છે.


શરૂ થઈ ચૂક્યો છે ત્રણ થીમનો સ્ક્રીનશોટ


આ પહેલા WABetaInfoWએ વોટ્સએપના ડાર્ક મોડના ત્રણ કોન્ફિગરેશનને સ્પોર્ટ કર્યા છે, જેમાંથી બેને ઈંપ્લીમેન્ટ પણ કરવામાં આવ્યું છે. તે સમયે WABetaInfoWને ફોટો શેર કર્યો છે. આપવામાં આવેલા ફોટોના બંને શેડ્સમાં કંઈ વધારે ફેરફાર નથી. પહેલા ડાર્ક મોડ થીમમાં ટેબલ અને સેલ બેકગ્રાઉન્ડમાં ડાર્ક કલરનો ઉપયોગ કર્યો છે. ત્યારે બીજો સોફ્ટ ડાર્ક કલર આપવામાં આવ્યો છે. જણાવે છે કે બંને થીમ્સમાં ડાર્ક બબલ્સ માટે એક જ કોન્ફિગરેશન આપવામાં આવશે. ડાર્ક મોડ ફીચર આવ્યા બાદ વોટ્સએપ પર જોવા મળતા વ્હાઈટ બેકગ્રાઉન્ટ બ્લેક-ગ્રે થઈ જશે. જ્યારે બ્લેક જોવા મળનારો વર્ડ વ્હાઈટ થઈ જશે. આ પહેલા એ પણ જાહેર થયું હતું કે Dark Modeમાં ફોન્ટ કલરનો વ્હાઈટ ન દેખાતા બ્લૂ કલરમાં દેખાશે.

Related posts

ચીનમાં કોરોનાનો ફેલાવો ભયજનક : આંકડાઓમાં ધરખમ વધારો, શેરબજાર તૂટ્યું

Arohi

મોદીને મળી આવ્યા પણ ઉદ્ધવે ફડણવીસની આ યોજનાનું કોકડું વાળી દીધું, ન આપી મંજૂરી

Bansari

સોનાના ભાવમાં અમદાવાદમાં સતત તેજી, આજે 43,000ને વટાવી ગયો નવો ભાવ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!