GSTV
Home » News » Whatsapp પર આવેલા આ 10 મેસેજ તમને બનાવશે કંગાલ, ભૂલેચૂકે ક્લિક કરી તો ભરાઇ જશો

Whatsapp પર આવેલા આ 10 મેસેજ તમને બનાવશે કંગાલ, ભૂલેચૂકે ક્લિક કરી તો ભરાઇ જશો

તમારામાંથી મોટાભાગના લોકો વૉટ્સએપનો ઉપયોગ કરતાં હશે. દરરોજ તમારી પાસે તમામ પ્રકારના મેસેજ પણ આવતાં હશે. તેમાં ગુડ મોર્નિંગથી લઇને ઑફર સુધીના મેસેજ હોય છે. આ મેસેજમાંથી જ કેટલાંક મેસેજ એવા હોય છે જે તમને કંગાલ બનાવી શકે છે. ચાલો જાણીએ આવા બોગસ મેસેજ વિશે અને તે પણ જાણો કે આ પ્રકારના મેસેજ પર શા માટે ક્લિક ન કરવી જોઇએ.
વોટ્સએપ હવે આ છેતરપિડી કરનારાઓ માટે એક નવો ટૂલ બની રહ્યો છે. વોટ્સએપ ખુબ જ ઝડપથી ફેક મેસેજ, ફિશિંગ એટેક અને સ્પેમ મેસેજ માટેનું સાધન બની રહ્યું છે. વોટ્સએપ પર લોકોને ઘણા બધા મેસેજ આવી રહ્યાં છે જેમાં યૂઝર્સની વ્યક્તિગત જાણકારી સાથે બેકિંગ ડિટેલ પણ માંગવામા આવી રહી છે. આગળ જાણો ક્યાં 10 WhatsApp messages છે જેના પર ભૂલેચૂકે પણ ક્લિન ના કરવું જોઈએ.

Pizza Hut free large pizza

પિત્ઝા હટના નામથી એક એવો સ્પેમ મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં યૂઝર્સને ફ્રિમાં લાર્જ Pizza આપવાનો દાવો કરવામા આવી રહ્યો છે.

Amazon Big Billion sale offer:

ફેસ્ટિવ સિઝન સેલનો ફાયદો ઉઠાવીને હેકર્સ એમેઝોન પર ઓફર્સનો લલચામણો ફેક મેસેજ મોકલી રહ્યાં છે.

Download Image:

અંજાન સોર્સથી મોકલેલ ફોટો, GIF અથવા મલ્ટીમીડિયાને ડાઉનલોડ ના કરો. આનાથી તમારી વ્યક્તિગત અને ખુબ જ જરૂરી માહિતીની ચોરી થઈ શકે છે.

Flipkart Christmas Sale:

આમાં યૂઝર્સથી ફેક ફ્લિપકાર્ટ ક્રિસ્ટમસ કાર્નિવલ સેલમાં ભાગ લેવા માટે ફોર્મ ભરવાનું કહેવામા આવી રહ્યું છે, ત્યાર બાદ પર્સનલ ડીટેલ હેક કરી લેવામા આવે છે.

WhatsApp subscription for premium messages:

જાણી લો કે WhatsApp ફ્રિ મેસેજિંગ સર્વિસ એપ છે. તે માટે કંપની કોઈ પૈસા લેતી નથી. પરંતુ આજકાલ વોટ્સએપ પર પ્રીમિયમ સબ્સક્રિપશન માટે ફેક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં યૂઝર્સ પાસેથી પૈસા માંગીને પર્સનલ ડીટેલ હેક કરવામા આવી રહી છે.

Adidas free Shoes

વોટ્સએપ પર ફ્રિ એડિડાસ શૂઝ જીતવાનો એક ફેક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આમાંથી યૂઝર્સને એક લિંક પર ક્લિક કરીને Adidasના એક એવા કોન્ટેસ્ટમાં પાર્ટિસિપેટ કરવાનું કહેવામા આવે છે, જેમાં કંપનીના 3,000 ફ્રિ શૂઝ આપવાની વાત કહેવામા આવી છે. મેસેજમાં દાવો કરવામા આવી રહ્યો છે કે, આ કોન્ટેસ્ટ Adidas પોતાની 93મી વર્ષગાંઠ પર આપી રહી છે.

Zara Voucher message

એડિડાસની જેમ વોટ્સએપ પર ફેશન બ્રાન્ડ Zaraના ફ્રિ વાઉચરનું સ્પેમ મેસેજ ખુબ જ ફાસ્ટ ફેલાઈ રહ્યો છે. મેસેજમાં યૂઝર્સથી તેની પર્સનલ ડીટેલ અને કોન્ટેક્ટ માંગવામા આવી રહ્યાં છે.

Free beer from Heineken:

એડિડાટની જેમ બિયરના પોપ્યુલર બ્રાન્ડના નામથી સ્પેમ મેસેજ મોકલવામા આવી રહ્યાં છે, જેમાં ફ્રિ બિયર મેળવવા માટે યૂઝર્સને Link પર ક્લિક કરવાનું કહેવામા આવી રહ્યું છે.

Change WhatsApp colour message:

વોટ્સએપનો કલર બદવા માટે એક ફેક ફિશિંગ મેસેજ મોકલવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે, WhatsApp ઓફિશિયલ એપમાં કલર બદલવાનો કોઈ ઓપ્શન નથી.

Martinelli video will crash your phone:

મેસેજમાં કહેવામા આવી રહ્યું છે કે, માર્ટિનિલીનો વીડિયો ખોલવા પર તમારો ફોન હેક થઈ જશે, જો તમને પણ આવો કોઈ મેસેજ આવે છે તો તેને ફોરન Delete કરી દો, કેમ કે, આ માત્ર એક સ્પેમ છે.

Read Also

Related posts

ફુલ ફેમિલી સાથે તહેવારની મજા લઈ શકશો, આ કંપનીએ તમને પોસાય તેવી 7 સીટર કાર કરી લોન્ચ

Dharika Jansari

ગાડી લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના છો તો આ નિયમ પાળજો નહીં તો પોલીસ કરશે ફરિયાદ

Mayur

Jioનો દિવાળી ધમાકો, ત્રણ All IN ONE પ્લાન થયો લોન્ચ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!