GSTV
Home » News » Whatsapp મીડિયા ડાઉનલોડ કરવામાં કે મોકલવામાં આવી રહી છે એરર, તો કરો આ ઉપાય

Whatsapp મીડિયા ડાઉનલોડ કરવામાં કે મોકલવામાં આવી રહી છે એરર, તો કરો આ ઉપાય

વોટ્સએપ ઉપયોગ કરતાં આપણને ઘણીવાર એવી એક્ટિવીટી જોવા મળે છે, જેને કારણે આપણે બહુજ પરેશાન થઈ જઈએ છીએ. જેમકે, ચૅટ કરતી વખતે મીડિયા ફાઈલ ડાઉનલોડ કરવામાં આવતી એરર અને જ્યારે એવું લખાઈને આવે કે,”Unable to send media files” અથવા તો મીડિયા ડાઉનલોડ કરતાં “Fails to Download” મેસેજ પોપઅપ થાય છે. એવું આપણને હાલમાં જ એક્સપિરીયન્સ કરવા માળ્યુ હતુ, જ્યારે વોટ્સએપની સર્વિસ ડાઉન થઈ ગઈ હતી. તે સમયે યુઝર્સ એક પણ  મીડિયા ફાઈલ ડાઉનલોડ કરી શકતા ન હતા. પરંતુ એવું લાંબા સમયે કોઈક જ વાર થાય છે કે વોટ્સએપ સર્વર ડાઉન હોવાના કારણે મીડીયા ફાઈલ ડાઉનલોડ ન થઈ શકે.

અમુક યુઝર્સને મુશ્કેલી વારંવાર આવે છે, જેના અનેક કારણો હોઈ શકે છે. તો જો તમને પણ વોટ્સએપમાં મીડિયા ડાઉનલોડ કરવામાં અને મોકલવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો અમે તમને આપીએ છીએ અમુક ટીપ્સ જેને પગલે તમારે આ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહી.

WhatsApp opi stickers
  • આ કેસમાં મુખ્ય કારણ ઈન્ટરનેટ કનેક્ટિવીટી હોઈ શકે છે. તે માટે પહેલાં ચેક કરીલો કે, તમારો ફોન ઈન્ટરનેટ સાથે કનેક્ટેડ છે કે નહી. અથવા તો તેને અન્ય નેટ કે કોઈ ડેટા સર્વિસ અથવા તો હોટ સ્પોટ સાથે સ્વિચ કરી લો.
  • બીજું જે આ સમસ્યાનું મુખ્ય કારણ છે તે છે ફોનનું સ્ટોરેજ. ચેક કરો કે તમારા ફોનનાં સ્ટોરેજમાં પુરતી જગ્યા છેકે નહી? ચેક કરવા માટે સૌથી પહેલાં ફોનનાં સેટિંગમાં જાઓ, અહીં સ્ટોરેજ ફોલ્ડરમાં જાવ, અને ત્યાં તમને સ્ટોરેજ ફુલ બતાવે તો તમારા ફોનમાંથી ફાલતુ ફાઈલ, ફોલ્ડર અથવા તો એપને ડિલીટ મારી દો.
  • તેના સિવાય જો તમારા ફોનમાં SD કાર્ડનો સ્લોટ અલગથી આપવામાં આવ્યો છે તો સ્ટોરેજ ભરાઈ જાય તો SD કાર્ડનો ઉપયોગ પણ કરી શકાય છે.
  • સાથે જ તો તમે જો વોટ્સએપ સેવ કરવા માટે પહેલાંથી જ SD કાર્ડનો ઉપયોગ કરતાં હોય,તો પહેલાં ચેક કરીલો કે કાર્ડ રીડ ઓન્લી મોડ પર છે કે નહી અથવા તો જોઈ લોકે, કાર્ડ કરપ્ટ તો નથી થઈ ગયુ, જો એવું થાય તો કાર્ડને ફૉરમેટ કરી લો અને બાદમાં વોટ્સએપ ફાઈલને ફરીથી ડાઉનલોડ કરવાના પ્રયાસો કરો.

READ ALSO

Related posts

રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ, તરૂણીની છેડતી બાદ સર્જાયા મારામારીના દ્રસ્યો

Nilesh Jethva

દબંગ 3ના નવા ગીતનો વીડિયો રીલિઝ, સલમાન-સોનાક્ષીનો દેખાયો રોમાંસ

Kaushik Bavishi

અમદાવાદમાં થયેલી લાખોના સોનાની લૂંટ મામલે પોલીસની સંડોવણી હોવાની આશંકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!