મેટા-માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જે યુઝર્સને Google ડ્રાઇવમાંથી કોઈપણ અન્ય સર્વર અથવા ડિવાઈઝ પર ચેટ બેકઅપ નિકાસ કરવાની મંજૂરી આપશે. નવા અપડેટ પછી, તમે તમારી Google ડ્રાઇવ પર સંગ્રહિત ચેટ્સને પેનડ્રાઈવમાં સેવ પણ કરી શકશો.
હાલમાં, WhatsApp તેના બિઝનેસ યુઝર્સ માટે નવા ફીચરનું પરીક્ષણ કરી રહ્યું છે. વ્હોટ્સએપે આ ફીચર બિઝનેસ એકાઉન્ટ હોલ્ડર્સને આપ્યું છે જેથી કરીને એક જ એકાઉન્ટનો વધુ ડિવાઈઝ પર ઉપયોગ કરતી વખતે ચેટ અને કોન્ટેક્ટમાં કોઈ સમસ્યા ન થાય.

WhatsAppના બીટા ટ્રેકર WABetaInfo એ WhatsAppના નવા ફીચર્સ વિશે માહિતી આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નવા અપડેટ પછી, કોઈપણ WhatsApp ચેટનું બેકઅપ કોઈપણ લોકલ ડિવાઈઝ જેમ કે પેન ડ્રાઈવ વગેરે પર સ્ટોર કરી શકાય છે. આ બેકઅપમાં ટેક્સ્ટ ચેટની સાથે ફોટો-વિડિયો અને વોઈસ મેસેજ પણ મળશે. WABetaInfo એ નવા ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.
આ વર્ષની શરૂઆતમાં, WABetaInfoએ જણાવ્યું હતું કે Google ડ્રાઇવમાં હવે WhatsApp બેકઅપ માટે મર્યાદિત સ્ટોરેજ હશે. આવી સ્થિતિમાં નવું ફીચર ઘણું કામનું છે. Google ડ્રાઇવનું સ્ટોરેજ ભરાઈ ગયા પછી, વપરાશકર્તાઓ ચેટને સ્થાનિક ઉપકરણ પર ખસેડ્યા પછી ડ્રાઇવના સ્ટોરેજને ખાલી કરી શકશે. બાદમાં ચેટને ફરીથી ગૂગલ ડ્રાઇવ પર પણ અપલોડ કરી શકાશે.

વોટ્સએપનું આ નવું ફીચર ક્યારે બહાર પાડવામાં આવશે તે અંગે હાલમાં કોઈ માહિતી નથી. નવી સુવિધા હાલમાં એન્ડ્રોઇડમાં આવી રહી છે, પરંતુ iOS વપરાશકર્તાઓને iCloud પરથી બેકઅપ લેવા માટે અપડેટ મળશે કે કેમ તે અંગે કોઈ માહિતી નથી. WABetaInfo અનુસાર, નવા ફીચરનું પરીક્ષણ WhatsApp Businessના બીટા વર્ઝન 2.22.13.10 પર કરવામાં આવી રહ્યું છે. iOS ફોર બિઝનેસ એપના બીટા વર્ઝન 22.12.0.73 પર આ ફીચરનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
Read Also
- મહારાષ્ટ્ર સંકટ / ઉદ્ધવના રાજીનામા પછી દેવેન્દ્ર ફડણવીસનું થશે રાજતિલક, શિંદેની પણ ચમકશે કિસ્મત
- Breaking / ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલ
- મોટા સમાચાર / સુપ્રીમમાંથી ફટકો પછી સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરેનું સંબોધન, આપી શકે છે રાજીનામું
- મોટો ખુલાસો / બોપલ ડ્રગ્સ કેસમાં 100 જેટલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાના નામ આવ્યા સામે, તપાસમાં FBIની થઈ એન્ટ્રી
- BIG BREAKING / ઉદ્ધવ સરકારની આવતીકાલે અગ્નિપરીક્ષા, સુપ્રીમ કોર્ટનો ‘સુપ્રીમ’ ચુકાદો