GSTV
Home » News » Whatsapp બન્યું વધુ સિક્યોર : લૉન્ચ કર્યુ Lock ફિચર, આ રીતે કરો એક્ટિવેટ

Whatsapp બન્યું વધુ સિક્યોર : લૉન્ચ કર્યુ Lock ફિચર, આ રીતે કરો એક્ટિવેટ

ઘણાં સ્માર્ટફોન યુઝર્સ માટે એક પરેશાની છે કે તેમના ફોનમાં વૉટ્સએપ લૉક નથી થતું. જો કે પ્લે સ્ટોર પર આવી ઘણાં થર્ડ પાર્ટી એપ છે જેની મદદથી એપ્સ લૉક થાય છે. પરંતુ તે વિશ્વાસપાત્ર નથી.

આ મુશ્કેલીને સર બનાવવા માટે વૉટ્સએપે હવે લૉક ફિચર લૉન્ચ કર્યુ છે. જો કે આ ફિચર એન્ડ્રોઇડ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં નથી આવ્યું. હાલ આ ફિચર માત્ર iOS યુઝર્સ માટે છે. જો તમે પણ iPhone યુઝ કરતાં હોય તો તમારા વૉટ્સએપનું વર્ઝન એપડેટ કરી લો. આ ફિચર વર્ઝન 2.19.20માં જોડાઇ ગયું છે.

વૉટ્સએપ લૉક બે રીતે કામ કરે છે. ફેસ આઇડી અને ટચ આઇડી. ફેસ આઇડી માટે તમારી પાસે iPhone X, XS, XS Max અને XRમાંથી કોઇ એક સ્માર્ટફોન હોવો જોઇએ. ટચ આઇડી જે આઇફોનમાં છે તે યુઝર્સ ટચ આઇડી યુઝ કરી શકે છે.

આ નવા ફિચર્સને એક્ટિવેટ કરવા માટે વૉટ્સએપ અપડેટ કરો. તે બાદ વૉટ્સએપ સેટિંગ્સમાં Privacy સિલેક્ટ કરો, અહીં સૌથી છેલ્લે Screen Lock પર ટેપ કરશો તો Required Face ID/Touch ID જોવા મળશે. અહીં ચાર ઓપ્શન મળશે તેમાં immediately, 1 મિનિટ, 15 મિનિટ અને 1 કલાકના ઓપ્શન મળશે.

તેનો અર્થ એ છે કે તમે વૉટ્સએપને કેટલા સમય સુધી લૉક કર્યા વિના રાખવા માગો છો તે અનુસાર ઓપ્શન સિલેક્ટ કરો. તે બાદ તમારે જ્યારે પણ વૉટ્સએપ ઓપન કરવું હશે ત્યારે ફેસ આઇડી અથવા ટચ આઇડીની જરૂર પડશે.

વૉટ્સએપે જણાવ્યા અનુસાર જો તમે વૉટ્સએપ લૉક પણ રાખ્યું હશે તો પણ જો નોટિફિકેશનમાં કોઇ મેસેજ દેખાય તો અનલૉક કર્યા વિના પણ તમે રિપ્લાય કરી શકો છો.

Read Also

Related posts

PM મોદીનાં ટ્વીટવાળા મજાક પર આવ્યો ટ્વિન્કલ ખન્નાનો જવાબ

Mayur

LoC ટ્રેડ રૂટ: સરહદ પાર વેપાર કરવામાં સફળ 10 આતંકીઓ પાક. જવામાં સફળ,ISIની સક્રિય ભૂમિકા

Riyaz Parmar

શાઓમીએ ભારતમાં લોન્ચ કર્યો સ્માર્ટ LED બલ્બ, મોબાઈલથી કરી શકાશે કંટ્રોલ

Mayur