GSTV

ભારતના Whatsapp યુઝર્સ માટે ખરાબ સમાચાર, આજથી લાગુ આ નિયમ જે તમને નહીં ગમે

Last Updated on August 8, 2018 by Bansari

સોશિયલ મેસેજિંગ એપ વૉટ્સએપ પર હવે તમે એક મેસેજને પાંચથી વધુ લોકોને ફૉરવર્ડ નહી કરી શકો. આ અંગે કંપનીએ નિવેદન આપતાં જણાવ્યું છે કે સમગ્ર દેશમાં આ પ્રકારની વ્યવસ્થા બુધવારથી લાગુ થઇ જશે.

સરકારે કર્યુ હતું દબાણ

વૉટ્સએપે પોતાના ભારતીય યુઝર્સ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. વૉટ્સએપ પર સતત ફેલાવવામાં આવતી અફવા અને મૉબ લિન્ચિંગની ઘટનાઓને રોકવા માટે કંપનીનું આ આવ્યા બાદ તમે અનેક ગ્રુપમાં મેસેજ ફૉરવર્ડ નહી કરી શકો.

ફેસબુકની માલિકી ધરાવતા વૉટ્સએપે ગુરુવારે પોતાના બ્લૉગ પોસ્ટ દ્વારા આ અંગેની જાણકારી આપી છે. વૉટ્સએપે બ્લૉગમાં કહ્યું છે કે તે ભારતીય યુઝર્સ માટે ટૂંક સમયમાં એક એવું ફિચર લૉન્ચ કરશે જે પછી વિડિયો કે મેસેજ એક સિમિત સંખ્યા અને સીમિત ગ્રુપમાં જ ફૉરવર્ડ કરી શકાશે.

ફક્ત 5 ગ્રુપમાં જ મેસેજ કરી શકશો ફૉરવર્ડ

નવી અપડેટ બાદ વૉટ્સએપ પર મેસેજને તરત જ ફૉરવર્ડ નહી કરી શકાય. તેના માટે એક સમય મર્યાદા નક્કી કરવામાં આવી રહી છે. સાથે જ ભારતીય યુઝર્સ જ્યાં એક વારમાં ફક્ત 5 ગ્રુપમાં જ કોઇ મેસેજને ફૉરવર્ડ કરી શકશે, તેવામાં અન્ય દેશોના યુઝર્સ એકવારમાં 20 અલગ-અલગ ગ્રુપમાં કોઇ મેસેજ અથવા વિડિયોને ફૉરવર્ડ કરી શકશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં વૉટ્સએપ પર દુનિયાના કોઇપણ દેશની સરખામણીમાં સૌથી વધુ વિડિયો અને મેસેજ ફૉરવર્ડ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે વૉટ્સએપને બીજી વખત નોટિસ પાઠવી છે. તેમાં સખત પગલાં લેવાની ચેતવણી આપતાં સરકારે કહ્યું છે કે તે પોસ્ટ રોકવા સામે યોગ્ય પગલાં નથી લઇ રહ્યું.

Related posts

લ્યો બોલો! આ વખતે કચ્છ નહીં પરંતુ રાજ્યના આ સુપ્રસિદ્ધ યાત્રાધામમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, નોંધાઇ 3.4 તીવ્રતા

Dhruv Brahmbhatt

એક વર્ષ પછી સમેટાશે ખેડૂત આંદોનલ ! બધી માગ સ્વિકારવા કેન્દ્ર તૈયાર, આજે લેવાશે નિર્ણય

Damini Patel

લોકસભામાં ચીન દ્વારા ભારતીય ભૂમિ પરના કબ્જાની વાતનો સરકારે છેદ ઉડાડ્યો, આપ્યો ચોંકાવનારો જવાબ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!