હવે કોઈ જોઈ શકશે નહીં તમારી WhatsApp ચેટ, આવી રહ્યું છે આ ખાસ ફીચર

WhatsApp યૂઝર્સ માટે ખુશખબર છે. જો તમારી પર્સનલ ચેટ સંપૂર્ણ પ્રકારથી સિક્યૉર થવાની છે. વ્હોટ્સએપના નવા અપડેટમાં તમારી ચેટને સુરક્ષિત બનાવવા માટે ફિંગરપ્રિન્ટ અથવા ફેસ ઑથેન્ટિકેશન જેવા ફીચર્સ સામેલ થવાના છે. જેની પ્રોસેસ બિલકુલ એવી જ હશે, જેવી હાલમાં સ્માર્ટફોનને અનલૉક કરવાની હોય છે.

WaBetainfoની રીપોર્ટ મુજબ, લોકપ્રિય મેસેજિંગ સર્વિસ WhatsApp પોતાના બીટા પ્રોગ્રામ દ્વારા iOS યૂઝર્સ માટે ઑથેન્ટિકેશન ફીચરની ટેસ્ટિંગ કરી રહી છે. હાલમાં લેટેસ્ટ બીટા અપડેટ- 2.19.20.13 પર આ મચ અવેટેજ ફીચર વિશે જાણવા મળ્યું છે, જે ટૂંક સમયમાં યૂઝર્સ માટે જાહેર થવાનુ છે.

આ નવા ઑથેન્ટિકેશનને સ્ક્રીન લૉક ફીચર દ્વારા એનેબલ કરી દેવામાં આવશે. આ ઑપ્શન તમને પ્રિવેસી સેટિંગમાં જોવા મળશે. લેટેસ્ટ આઈફોન યૂઝર્સ ફેસઆઈ ઑથેન્ટિકેશન સિસ્ટમ દ્વારા તેનો ઉપયોગ કરી શકશો. તો આઈફોનના જૂના મૉડલનો ઉપયોગ કરનારા યૂઝર્સ ટચ આઈડી ફીચર દ્વારા આ ઑથેન્ટિકેશન ફીચરને અનેબલ કરી શકશે.

આ ફીચરને અનેબલ કર્યા બાદ વ્હોટ્સએપ યૂઝર્સ પોતાના કૉન્વરસેશનને ફેસ આઈડી અથવા પછી ટચ આઈડી દ્વારા અનલૉક કરી શકશે. એટલું જ નહીં, યૂઝર્સ પોતાના ઑથેન્ટિકેશનને અનેબલ કરવા માટે 1 મિનિટથી લઇને 1 કલાક સુધીનો સમય પણ સેટ કરી શકશે, જેમકે તમે ફોનની સ્ક્રીન લૉક માટે કરો છો. જેમકે ક્યારેક જો વ્હોટ્સએપ તમારા ઑથેન્ટિકેશનને ડિટેક્ટ ના કરી શકે તો તમે પાસકોડ દ્વારા પણ પોતાની ચેટને અનલૉક કરી શકશો.

રસપ્રદ વાત એ છે કે તમારા ફિંગરપ્રિન્ટ/ફેશિયલ ડેટા વ્હોટ્સએપના સર્વર પર સ્ટોર કરી શકાશે નહીં. એટલેકે આ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે. iPhone યૂઝર્સ માટે આ iOS અપડેટ ટૂંક સમયમાં થવાનુ છે. એવામાં આશા સેવાઈ રહી છે કે એન્ડ્રોઈડ યૂઝર્સ માટે આ ફીચર ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter